Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રજૂઆત:સંસદમાં સુતરીયાએ અમરેલીથી સુરતની ટ્રેનને બદલે વંદે ભારત અને હરિદ્વાર ટ્રેનની માંગ કરી

    1 week ago

    સાંસદ ભરતભાઈ સુતરીયાએ સંસદમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે અમરેલી રેલવે સ્ટેશન પર ચાલી રહેલું આધુનિકીકરણનું કામ આગામી બે મહિનામાં પૂર્ણ થવાની સંભાવના છે. ત્યારે આગામી સમયમાં અમરેલી શહેરને વંદે ભારત અને હરિદ્વારની ટ્રેન આપવી જોઈએ. જો કે મહત્વની વાત એ છે કે સૌથી પ્રથમ જરૂરિયાત અમરેલીથી સુરત અને મુંબઈની ટ્રેનની છે પરંતુ સાંસદે સુરતની ટ્રેનની માંગણી કરી ન હતી. સાંસદ સુતરીયાએ અમરેલીથી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવાની માંગ સાથે હરિદ્વાર સુધી સીધી ટ્રેન સેવા શરૂ કરવાની રજૂઆત કરી હતી. આ રીતે અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઈ જેવા મોટા શહેરોમાં રહેતા લોકોની સુવિધાઓ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મુક્યો હતો, જેથી લોકોને મુસાફરીમાં સરળતા મળી શકે. સુરત અમદાવાદ અને મુંબઈ પંથકમાં અમરેલી જિલ્લામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો રોજગારી અર્થે વધતા હોય સૌથી પ્રથમ જરૂરિયાત અમરેલીથી સુરત કે મુંબઈની ટ્રેનની છે. આ ઉપરાંત અમરેલી–ધારી મીટર ગેજ લાઇનને બ્રોડ ગેજમાં રૂપાંતરિત કરવાની માંગ પણ સંસદમાં કરવામાં આવી હતી. આ લાઇન બ્રોડ ગેજ બનવાથી વેપાર, ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રગતિ શક્ય બનશે. અમરેલીમાં રેલ્વે કોચ ફેક્ટરી માટે સંસદમાં માંગ અમરેલી જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ નહીવત હોય સાંસદ ભરતભાઈ સુતરીયાએ જિલ્લામાં રેલવે કોચ ઉત્પાદન માટે સરકારી કારખાનું સ્થાપવા અંગે પણ સંસદમાં રજૂઆત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    PGVCL ટીમની માનવીય કામગીરી‎:વીજ થાંભલા ઉપર ચઢેલા બિલાડાને ક્રેઈનથી બચાવ્યો
    Next Article
    સુવિધા:જોગર્સપાર્કમાં સિન્થેટીક જોગીંગ ટ્રેક બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment