Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:બગસરા, વડિયા પંથકમાં કરા સાથે માવઠાથી ધાણા, ચણા અને ઘઉંના તૈયાર પાકને નુકસાન

    1 week ago

    અમરેલી સહિત બગસરા પંથકમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ છવાયો હતો. બગસરાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદી માવઠા પડ્યા હતા, અચાનક પડેલા માવઠાના કારણે બગસરા શહેરના અનેક મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. માત્ર શહેરમાં જ નહીં પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેતીકામમાં રોકાયેલા ખેડૂતો માટે આ કમોસમી વરસાદ ચિંતા જનક સાબિત થયો છે. હાલ ખેતરોમાં ઘઉં સહિતના શિયાળુ પાક લણણી માટે તૈયાર થઈ ગયા છે, ત્યારે આ વરસાદના કારણે પાક પલળી જવાની શક્યતા ઉભી થઈ છે. ખેડૂતો દ્વારા રાત-દિવસ મહેનત કરીને તૈયાર કરાયેલા પાકને લણણી સમયે જ વરસાદ લાગતા ખેડૂતોમાં આર્થિક નુકસાનની ભીતિ વ્યાપી ગઈ છે. જો આગામી દિવસોમાં હવામાન વધુ બગડે તો ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. બગસરા ઉપરાંત શાપર, સુડાવડ, ઝાંઝરીયા વિગેરે ગામમાં વરસાદ પડ્યો હતો અને સાથે સાથે કરા પણ પડ્યા હતા. માત્ર બગસરા પંથક જ નહીં વડીયામાં પણ સાંજના સમયે વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો હતો અને અહીં ધીમીધારે કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે આકરી ગરમીમાં ઉકળાટ પણ વધી ગયો હતો. આ વિસ્તારના ખેડૂતો પણ તૈયાર શિયાળુ પાકને લઈને ભારે ચિંતિત છે. આજે સાંજના સમયે અમરેલી શહેર પર પણ હળવા વાદળો છવાયા હતા. જોકે અમરેલીમાં માવઠું થયું ન હતું. અમરેલી પંથકમાં આગામી 22મી તારીખ સુધી માવઠાની સ્થિતિ રહેવાની શક્યતા છે. જેના કારણે કેસર કેરીનો પાક લેનારા ખેડૂતો પણ ચિંતિત છે. કારણ કે હાલમાં ખાખડીઓ બંધાઈ ગઈ છે.અને જો કરા સાથે વરસાદ પડશે તો કેરીના પાકને મોટું નુકસાન થશે. પાછલા બે વર્ષથી અમરેલી જિલ્લામાં ઉનાળામાં માવઠું ખેડૂતોનો પાક બગાડી રહ્યું છે. તાપમાન 36.1° પણ ઉકળાટ વધુ અનુભવાયો અમરેલી પંથકમાં છેલ્લા ચાર દિવસથી તાપમાનનો પારો નીચે ઉતરી રહ્યો છે. અને આજે મહત્તમ તાપમાન 36.1° નોંધાયું હતું. જો કે માવઠાની સ્થિતિના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધતા ઉકળાટ વધુ પ્રમાણમાં અનુભવાતો હતો. 6 તાલુકામાં કેસર કેરીનો સૌથી વધુ પાક લેવાય છે અમરેલી જિલ્લામાં જાફરાબાદ, રાજુલા, સાવરકુંડલા, ખાંભા, ધારી અને અમરેલી તાલુકામાં કેસર કેરીનો પાક સૌથી વધુ પ્રમાણમાં લેવામાં આવે છે. બાકીના તાલુકામાં આંબાવાડીઓનું પ્રમાણ થોડું છે.
    Click here to Read More
    Previous Article
    માર્ગ અને મકાન વિભાગની વહાલા-દવલાની નીતિ:પોઇચા રંગસેતુ બ્રિજ પર કોન્ટ્રાકટરની ટ્રકોને મંજૂરી જ્યારે એસટી બસોને ઠેંગો
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:અમરેલીથી નાસિક જતી બસના કંડક્ટરે રસ્તામાં ધંધુકાની 2 મહિલાની છેડતી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment