Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માર્ગ અને મકાન વિભાગની વહાલા-દવલાની નીતિ:પોઇચા રંગસેતુ બ્રિજ પર કોન્ટ્રાકટરની ટ્રકોને મંજૂરી જ્યારે એસટી બસોને ઠેંગો

    1 week ago

    નર્મદા નદી પર આવેલાં પોઇચા બ્રિજ પરથી ભારદારી વાહનો પરના પ્રતિબંધને લઇ વિવાદ થઇ રહયો છે. માર્ગ અને મકાન વિભાગની ડભોઇ કચેરીએ બ્રિજ પરથી 40 ટન વજન ધરાવતી ટ્રકોને પસાર થવા દેવાની મંજૂરી આપી છે પણ એસટી બસોને મંજૂરી આપવામાં આવતી નથી. ભારદારી વાહનોના પ્રવેશને રોકવા માટે રંગસેતુ બ્રિજ પર લગાડવામાં આવેલી ગડરોને પણ હટાવી લેવામાં આવી છે. આ બ્રિજ પરથી એસટી બસોને પ્રતિબંધ હોવાથી તિકલવાડા સુધીનો ફેરાવો થઇ રહયો છે. એસટી વિભાગ જાતે જ બસ સેવા શરૂ કરે તેવી મુસાફરો માગ કરી રહયાં છે. રાજપીપળા થી વડોદરા જવા મુખ્ય એવો પોઇચા ખાતે નર્મદા નદી પરનો રંગસેતુ બ્રિજ છેલ્લા છ મહિનાથી મોટા અને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના બાદથી રાજયભરમાં બ્રિજોની તપાસ કરવામાં આવી હતી જેમાં પોઇચાનો રંગસેતુ જોખમી હોવાથી તેને પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બ્રિજ પરથી પસાર થતી રાજપીપળાથી વડોદરા અને અમદાવાદ તરફ જતી એસટી બસોને પણ બંધ કરાતાં તિલકવાડા સુધીનો ફેરાવો ફરવો પડી રહયો છે. વડોદરા અને અમદાવાદ તરફ જતાં મુસાફરોને ફેરાવાના કારણે વધારાનો સમય બગડી રહયો છે. રાજપીપળા સહીત 30થી વધુ ગામો તિલકવાડા ફરીને જતા હોય લોકો હાલાકી ભોગવી રહયાં છે. ડભોઇ માર્ગ અને મકાન વિભાગની વ્હાલા દવલાની નીતિને લઈને આજે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પોઇચાથી ડભોઇ નો ફોર લેન રસ્તો બની રહયો છે અને તેના માટે મટીરીયલની હેરાફેરી કરતી ટ્રકોને પણ તિલકવાડા સુધીનો ફેરાવો થતો હતો. જેથી માર્ગ અને મકાન વિભાગે રંગસેતુ બ્રિજ પરથી રોજની 11 ટ્રકને પસાર થવાની મંજૂરી આપી હતી. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ એસટી બસોના બદલે ટ્રકોને મંજૂરી આપતા વિવાદ થયો હતો પરિણામે ટ્રકોની મંજૂરી પણ રદ કરી બ્રિજના બંને છેડે ગડરો લગાવી દેવાયાં હતાં. હાલમાં ફરીથી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ કોન્ટ્રાકટરની મટીરીયલ ભરેલી ટ્રકોને પસાર થવાની મંજૂરી આપી છે. મટિરીયલ ભરેલી ટ્રકનું વજન 40 થી 50 ટન જેટલું થાય છે. કોન્ટ્રાકટરની સરળતા માટે અધિકારીઓએ ભારદારી વાહનોને રોકવા માટે મુકેલી ગડરો પણ હટાવી લીધી છે. કોન્ટ્રાકટર પર મહેરબાન થયેલાં અધિકારીઓ એસટી બસોને પણ પસાર થવા દેવાની મંજૂરી આપે તેવી માગ ઉઠી છે. માર્ગ અને મકાન વિભાગના બદલે એસટી નિગમ જ જાતે આ બ્રિજ પરથી એસટી બસો શરૂ કરે તે જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    બોર્ડની પરીક્ષાની પૂર્ણાહૂતિ થઈ:ધોરણ-12 સા. પ્ર. ઈતિહાસ વિષયના તમામ 81 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:બગસરા, વડિયા પંથકમાં કરા સાથે માવઠાથી ધાણા, ચણા અને ઘઉંના તૈયાર પાકને નુકસાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment