Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્માર્ટ બનો, ઓવરસ્માર્ટ નહીં, ફોનમાં આડેધડ બીપી-શુગર માપવાનું બંધ કરો:એપ્સને ડૉક્ટર ન માની લો; ઉપયોગ કરતા પહેલાં 12 સાવચેતી જરૂરી

    16 hours ago

    ડિજિટલ યુગમાં સ્માર્ટફોનના એક ક્લિક પર બધું જ ઉપલબ્ધ છે. ઘણા લોકો તો પોતાની તબિયત માટે પણ સ્માર્ટફોન કે સ્માર્ટવોચ પર નિર્ભર છે. લોકો હાર્ટ રેટ, સ્લીપ પેટર્ન, કેલરી કાઉન્ટથી લઈને બ્લડ પ્રેશર અને શુગર લેવલ સુધી બધું જ હેલ્થ એપથી મોનિટર કરી રહ્યા છે. ‘પ્રસાર ભારતી’ના એક તાજેતરના રિપોર્ટ મુજબ, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં હેલ્થ એપ્સના ઉપયોગમાં લગભગ 249%નો વધારો થયો છે. એટલે કે લોકો હેલ્થ સોલ્યુશન માટે એપ્સનો સહારો લઈ રહ્યા છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે હેલ્થ એપ્સ કેવી રીતે કામ કરે છે અને તેના પર વિશ્વાસ કરવો કેટલો યોગ્ય છે. તેથી ‘કામના સમાચાર’માં આજે હેલ્થ એપ્સ પર વિસ્તૃત ચર્ચા કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત: ડૉ. રોહિત શર્મા, કન્સલ્ટન્ટ, ઇન્ટરનલ મેડિસિન, એપોલો સ્પેક્ટ્રા હૉસ્પિટલ, જયપુર પ્રશ્ન- સ્માર્ટફોન હેલ્થ એપ્સ શું છે? જવાબ- આ એપ્સ રોજિંદી શારીરિક પ્રવૃત્તિઓને ટ્રૅક અને મેનેજ કરવામાં મદદ કરે છે. આ ફોનના સેન્સર, અલ્ગોરિધમ અથવા વેરેબલ ડિવાઇસ (જેમ કે સ્માર્ટવોચ/ફિટનેસ બેન્ડ) માંથી મળેલા ડેટાના આધારે માહિતી આપે છે. પ્રશ્ન- હેલ્થ એપ્સ કેટલા પ્રકારની હોય છે? જવાબ- હેલ્થ એપ્સ અલગ-અલગ જરૂરિયાતો મુજબ તૈયાર કરવામાં આવે છે. જેમ કે- પ્રશ્ન- હેલ્થ એપ્સ કેવી રીતે કામ કરે છે? જવાબ- હેલ્થ એપ્સ ડેટાના આધારે અનુમાન લગાવે છે. જેમ કે- પ્રશ્ન- શું હેલ્થ એપ્સનો ડેટા ખરેખર વિશ્વાસને લાયક હોય છે? જવાબ- ડૉ. રોહિત શર્માના મતે, હેલ્થ એપ્સ અનુમાનના આધારે કામ કરે છે. તેથી તેના પર સંપૂર્ણ ભરોસો કરવો યોગ્ય નથી. તેને મેડિકલ રિઝલ્ટ કે સારવારનો આધાર બનાવવો જોખમી હોઈ શકે છે. પ્રશ્ન- લોકો આ એપ્સ પર વિશ્વાસ શા માટે કરે છે? જવાબ- તેના ઘણા કારણો છે- પ્રશ્ન- શું આ એપ્સ ડોક્ટરની જગ્યા લઈ શકે છે? જવાબ- ના, આ ફક્ત યુઝરની પ્રવૃત્તિઓ અથવા કેટલાક પરિમાણોનો અંદાજ દર્શાવે છે. જ્યારે સાચી સારવાર માટે ક્લિનિકલ નિષ્ણાતની જરૂર હોય છે. પ્રશ્ન- ડોકટરો અને મેડિકલ નિષ્ણાતો આ એપ્સ વિશે શું કહે છે? જવાબ- ડૉ. રોહિત શર્માના મતે, હેલ્થ એપ્સ અનુકૂળ ચોક્કસ છે, પરંતુ તે ડોક્ટર અને ક્લિનિકલ ટેસ્ટનો વિકલ્પ બની શકે નહીં. પ્રશ્ન- શું WHO કે અન્ય હેલ્થ ઓર્ગેનાઈઝેશન્સની આ એપ્સ પર કોઈ એડવાઈઝરી છે? જવાબ- ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ (WHO) અનુસાર, સ્માર્ટફોનમાં એવું સ્પેશિયલાઇઝ્ડ મેડિકલ હાર્ડવેર હોતું નથી, જે બ્લડ પ્રેશર કે શુગરની સચોટ રીડિંગ જણાવી શકે. તેથી આ એપ્સના ડેટાને મેડિકલ નિર્ણયોનો આધાર બનાવવો ન જોઈએ. પ્રશ્ન- જુદી જુદી એપ્સનો ડેટા અલગ કેમ હોય છે? જવાબ- દરેક એપની કામ કરવાની રીત અને ટેકનિક અલગ હોય છે. તેથી ડેટા અલગ હોવો સામાન્ય છે. પ્રશ્ન- શું આ એપ્સથી બીપી, શુગર માપવું યોગ્ય છે? શું તેમના ડેટા પર ભરોસો કરી શકાય? જવાબ- ના, સ્માર્ટફોન હેલ્થ એપ્સથી બીપી કે શુગર માપવું ભરોસાપાત્ર નથી. એના માટે લેબ ટેસ્ટ જરૂરી હોય છે. હેલ્થ એપ્સ પર ભરોસો કરીને સારવાર કે દવા લેવી ખતરનાક હોઈ શકે છે. પ્રશ્ન- હેલ્થ એપ્સના ડેટા પર ભરોસો કરવાના શું જોખમો હોઈ શકે છે? જવાબ- હેલ્થ એપ્સ પર જરૂર કરતાં વધુ ભરોસો જોખમી હોઈ શકે છે, કારણ કે તેમનો ડેટા સચોટ હોતો નથી અને તે ખોટા નિર્ણયનું કારણ બની શકે છે. તમામ જોખમો ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- શું હેલ્થ એપ્સ આપણા ડેટાને સુરક્ષિત રાખે છે? જવાબ- ના, ઘણી હેલ્થ એપ્સ સંવેદનશીલ ડેટા એકત્રિત કરે છે. પ્રશ્ન- હેલ્થ એપ્સનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો? જવાબ- હેલ્થ એપ્સનો ઉપયોગ સમજદારીપૂર્વક કરો. ગ્રાફિકમાં જુઓ, હેલ્થ એપ્સનો ઉપયોગ કયા કામો માટે કરવો અને કયા કામો માટે નહીં- પ્રશ્ન- હેલ્થ એપ પસંદ કરતી વખતે શું ધ્યાન રાખવું? જવાબ- હેલ્થ એપ પસંદ કરતી વખતે ફીચર્સની સાથે તેની વિશ્વસનીયતા અને ડેટા સિક્યોરિટીનું ધ્યાન રાખો. તમામ જરૂરી સાવચેતીઓ ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- જો એપથી ખોટી માહિતી મળી અને નુકસાન થયું તો શું કરવું? જવાબ- સૌથી પહેલા ગભરાશો નહીં. ડોક્ટરની સલાહ લો અને જરૂરી ટેસ્ટ કરાવો. સાથે જ તે એપનો ઉપયોગ બંધ કરી દો.
    Click here to Read More
    Previous Article
    Western Ghats: What is the ESA plan for conservation, why states are opposing it
    Next Article
    ટ્રમ્પ બોલ્યા- ઈરાન પરમાણુ મથકોની તપાસ કરાવવા તૈયાર:આનાથી લાંબા સમય સુધી ભરોસો બનશે; UN ના અધિકારીઓ ફરી તૈનાત થશે

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment