Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંસદ ધવલ પટેલની રજૂઆત‎:વલસાડમાં વંદે ભારત સ્લીપર અને શતાબ્દીને સ્ટોપેજ આપો

    1 week ago

    વલસાડ-ડાંગ લોકસભા બેઠકના સાંસદ ધવલભાઈ પટેલે લોકસભામાં રેલવે બજેટ પરની ચર્ચા દરમિયાન વલસાડ અને સમગ્ર દક્ષિણ ગુજરાતના રેલવે પ્રશ્નોને વાચા આપી હતી. તેમણે વલસાડ રેલવે સ્ટેશન પર પ્રીમિયમ ટ્રેનોના સ્ટોપેજ આપવા અને કોરોના કાળમાં બંધ થયેલી પેસેન્જર ટ્રેનો ફરી શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ આક્રમક માંગણીઓ રજૂ કરી હતી. સાંસદે વલસાડમાં ''વંદે ભારત'' ટ્રેનનું સ્ટોપેજ ફાળવવા બદલ વડાપ્રધાન અને રેલવે મંત્રીનો આભાર માન્યો હતો, સાથે જ આગામી સમયમાં મુંબઈ-ગાંધીનગર અને મુંબઈ-દિલ્હી વચ્ચે દોડનારી નવી ''વંદે ભારત સ્લીપર'' ટ્રેન તેમજ વર્ષો જૂની માંગણી એવી ''શતાબ્દી એક્સપ્રેસ''નું પણ વલસાડમાં સ્ટોપેજ આપવા વિશેષ રજૂઆત કરી હતી. ​દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક પટ્ટાને ધ્યાનમાં રાખીને તેમણે શ્રમિકો અને નોકરિયાત વર્ગની સુવિધા માટે જણાવ્યું હતું કે, કોવિડ-19 દરમિયાન બંધ કરવામાં આવેલી ટ્રેનો તાકીદે શરૂ કરવી જોઈએ જેથી રોજગારી માટે અવરજવર કરતા વર્ગને મોટી રાહત મળે. આ ઉપરાંત, સંજાણ સ્ટેશન પર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસનું સ્ટોપેજ આપવા અને ઉમરગામ સ્ટેશન માટે ફ્લાઈંગ રાણી, અવધ અને રાણકપુર એક્સપ્રેસ જેવી ટ્રેનોની સુવિધા વધારવા વિનંતી કરી હતી. તેમણે આંતરરાજ્ય કનેક્ટિવિટી પર ભાર મૂકતા ઉમેર્યું કે પાલઘર, દમણ અને દાનહના સાંસદો સાથે મળીને તેઓ સંયુક્ત પ્રયાસો કરી રહ્યા છે, કારણ કે મહારાષ્ટ્રના ડાહણુ અને પાલઘરથી મોટી સંખ્યામાં લોકો વલસાડ, વાપી અને ઉમરગામમાં કામ અર્થે આવે છે.
    Click here to Read More
    Previous Article
    ખાદ્ય સામગ્રી બરાબર રંધાઈ ન હોવાની રાવ:રોલા ડુંગરી ખાતે KFCમાં ફૂડ વિભાગની તપાસ શરૂ
    Next Article
    ભાસ્કર એકસક્લુઝિવ:જિલ્લાની 80 ગ્રામ પંચાયત વેરા વસુલાતમાં ‎નિષ્ફળ, 7.95 કરોડનો ઘરવેરો વસુલવાનો બાકી‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment