Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાદ્ય સામગ્રી બરાબર રંધાઈ ન હોવાની રાવ:રોલા ડુંગરી ખાતે KFCમાં ફૂડ વિભાગની તપાસ શરૂ

    1 week ago

    વલસાડના રોલા ડુંગરી ખાતે નેશનલ હાઈવે નં. 48 પર વૈષ્ણવી પેટ્રોલિયમ પાછળ આવેલા SAPPHIRE FOODS INDIA LIMITED (KFC)માં બરાબર રંધાયેલી ન હોવાની ખાદ્ય- ચીજનું વેચાણ થયા અંગેની ફરિયાદ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને ધ્યાને લઈ તા.16 માર્ચ વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર એ.આર.વલવીના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફટી ઓફિસર કુ. બી.કે. પટેલ દ્વારા KFCમાં તપાસણી હાથ ધરી HOT CRISPY CHICKEN BUCKET (LOOSE) (PREPARED FOOD) તથા AMERICAN CLASSIC ZINGER CHICKEN BURGER (PREPARED FOOD) (LOOSE)ના સેમ્પલીંગની કામગીરી કરી નમૂનાઓ લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉપરોક્ત બાબતે ચોખ્ખાઇ અને આ રેસ્ટોરેન્ટ પાસે મેડીકલ સર્ટીફીકેટ તથા પેસ્ટ કંટ્રોલના રીપોર્ટ જોવા મળ્યા હતાં અને તેઓ રેસ્ટોરન્ટમાં યોગ્ય સ્વછતાની જાળવણી કરતા જોવા મળ્યા હતા એવુ ડેઝીગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વલસાડ દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે.
    Click here to Read More
    Previous Article
    રીલ મેકિંગ સ્પર્ધામાં વિજેતાઓનું સન્માન કરાયું‎:યુવાઓએ બનાવેલી રીલ માત્ર મનોરંજન નહી સ્વચ્છતા- પર્યાવરણ જાગૃતિનું માધ્યમ
    Next Article
    સાંસદ ધવલ પટેલની રજૂઆત‎:વલસાડમાં વંદે ભારત સ્લીપર અને શતાબ્દીને સ્ટોપેજ આપો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment