Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીલ મેકિંગ સ્પર્ધામાં વિજેતાઓનું સન્માન કરાયું‎:યુવાઓએ બનાવેલી રીલ માત્ર મનોરંજન નહી સ્વચ્છતા- પર્યાવરણ જાગૃતિનું માધ્યમ

    1 week ago

    સેલવાસ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ માટે રીલ મેકિંગ પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વિજેતા વિદ્યાર્થીઓને પાલિકા કચેરી કોન્ફરન્સ હોલ ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા. શહેરના યુવાઓની રચનાત્મકતા સાથે આપવામાં આવેલા સ્વચ્છતાનો સંદેશ પ્રતિયોગિતા દરમ્યાન સ્વચ્છતા અને સતત જીવનશૈલી જેવા વિષયો પર પોતાની કલાનુ પ્રદર્શન કર્યું હતું. નિર્ણાયકો દ્વારા મૂલ્યાંકન બાદ વિજેતાઓના નામોની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં પ્રથમ સ્થાને મૈત્રી પટેલ અને રાહિલા જેઓનો વિષય હતો રોલ ઓફ સિટીઝન ઈન મેકિંગ સિલવાસા એ ટોપ ક્લિન સીટી.બીજા નંબરે મૃદંગ પટેલ ઈમ્પોર્ટન્ટ ઓફ સ્વચ્છતા તૃતીય સ્થાને ગાવિત પ્રિયંકેશ ભગવાન જેમણે સોર્સ સેગ્રીગેશન ઓફ વેસ્ટ વિષય પર રીલ બનાવી હતી. પ્રતિભાગીઓના પ્રભાવશાળી પ્રસ્તૃતિકરણને જોતા ક્રિએટીવ એવોર્ડ આપ્યા હતા. જેમાં યુવાઓમાં હરિઓમ પાઠક,નિખિલ સિંહ,ચિરાગ માહ્યાવંશી,જેનીલ ગજરે,ખુશ્બુ શર્મા અને અરુણ ભસારા સામેલ છે. યુવાઓ દ્વારા બનાવવામાં આવેલી રીલ તે ફક્ત મનોરંજન જ નથી પરંતુ કચરા પ્રબંધન અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સમાજને જાગૃત કરવાનું એક સશક્ત માધ્યમ છે. આ અવસરે પાલિકા પ્રમુખ સોમનાથ દેવરે,ઉપપ્રમુખ કવિતા સિંહ, ડો.અવધેશસિંહ ચૌહાણ, રજનીબેન શેટ્ટી, ડો.પ્રમીલા ઉપાધ્યાય સહિત સભ્યો, યુવા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ:વિવિધ વિભાગોને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા આદેશ કરાયો
    Next Article
    ખાદ્ય સામગ્રી બરાબર રંધાઈ ન હોવાની રાવ:રોલા ડુંગરી ખાતે KFCમાં ફૂડ વિભાગની તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment