Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ:વિવિધ વિભાગોને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા આદેશ કરાયો

    1 week ago

    નવસારી ટાઉન હોલમાં બુધવારના રોજ કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં નવસારી શહેર-જિલ્લામાં પ્રવર્તમાન વિકાસ કામગીરીઓ અને જિલ્લાની માળખાગત સુવિધાઓના પ્રશ્નો - નાગરિકોની રજૂઆતો તથા જિલ્લાનાં વિવિધ વિકાસ કામો વિશે તલસ્પર્શી સમીક્ષા કરવામાં આવી હતી. સંકલન બેઠક દરમિયાન કલેકટરે જિલ્લાના સંબંધિત અમલીકરણ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. સંકલન બેઠકમાં જિલ્લા કલેકટરે અધિકારીઓ દ્વારા લેવામાં આવેલ ગામોની મુલાકાત અને ફિલ્ડ વિઝિટ દરમિયાન લોકોના પ્રશ્નો તથા થયેલ કામગીરીઓ, દરખાસ્તો તથા ભવિષ્યના આયોજનો વિશે પણ સવિસ્તાર માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું હતું. આ સંકલન બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, અધિક કલેકટર વાય.બી. ઝાલા, પ્રાંત અધિકારીઓ તથા અન્ય વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વાંસદા ગેસ સિલિન્ડર મુદ્દે વિવાદનું ઘર બન્યુ:વાંસદામાં ગેસ સિલિન્ડર મેળવવા જરૂરી ‎OTP નહીં મળતા ગ્રાહકોની કતાર લાગી‎
    Next Article
    રીલ મેકિંગ સ્પર્ધામાં વિજેતાઓનું સન્માન કરાયું‎:યુવાઓએ બનાવેલી રીલ માત્ર મનોરંજન નહી સ્વચ્છતા- પર્યાવરણ જાગૃતિનું માધ્યમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment