Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એકસક્લુઝિવ:જિલ્લાની 80 ગ્રામ પંચાયત વેરા વસુલાતમાં ‎નિષ્ફળ, 7.95 કરોડનો ઘરવેરો વસુલવાનો બાકી‎

    1 week ago

    વલસાડ જિલ્લામાં પંચાયતોના વેરા ઉઘરાવવાની કાર્યવાહીમાં સુષુપ્ત કામગીરી થઇ રહી હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે. જિલ્લા પંચાયત વિભાગે આ મામલે તપાસ કરતાં ગ્રામપંચાયતોમાં 10 લાખથી વધુની વેરાની રકમ ભરવાના કામે પ્રજા પણ જાગૃત નથી અને પંચાયતના શાસકો વેરો વસુલાત કરવામાં નિષ્ફળ નિવડ્યા છે. પંચાયત સ્વરાજ્યનું શાસન પ્રસ્થાપિત કરવા પાછળ ગ્રામપંચાયતોને સ્વાયત્તતા પૂરી પાડવા સાથે સરકાર ઓછું અનુદાન આપે છે.પરંતું મોટા ભાગની પંચાયતોમાં વેરાની મર્યાદિત આવકને લઇ સ્વકીય ભંડોળ પણ ઓછું હોય છે. પંચાયતો દ્વારા સ્ટ્રીટલાઇટ,સફાઇ, રસ્તા,નળ જોડાણ સહિત પ્રાથમિક સુવિધા અપાતી હોય છે પરંતું કોઇ ચોક્કસ આવક નહિ ધરાવતી પંચાયતોને પણ વિકાસના કામો માટે કે પ્રાથમિક સુવિધાના વધુ કામો માટે સરકારની પ્રોત્સાહક યોજનાઓ પર નિર્ભર રહેવું પડે છે. વલસાડ જિલ્લામાં તેમ છતાં જે વેરા વસુલાતની કામગીરી છે તેમાં 80 ગ્રામપંચાયતો નિષ્ફળ નિવડી છે.સમયસર માર્ચ પહેલા વેરા ઉઘરાવવાનું કામ અઘરૂં છે પણ હાલે માર્ચ હોવાથી બાકી વેરા વસુલાત માટે કાર્યવાહી થઇ રહી છે. જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓએ જિલ્લાના 6 તાલુકાના ટીડીઓ અને સરપંચોને વેરા વસુલાતનો વાસ્તવિક અરીસો દેખાડ્યો છે.જેમાં 80 ગ્રામપંચાયતોમાં કુલ 7.95 કરોડનો વેરો ભરાયો જ નથી તેવી હકીકત બહાર આવી છે. વલસાડ 23 પંચાયત, પારડી 15, નાનાપોંઢાની 9, ઉમરગામની 32, કપરાડાની 1 નો સમાવેશ થાય છે. પંચાયતોમાં લોકજાગૃતિ માટે કર્મચારી ડોર ટુ ડોર જતાં હતા વર્ષો અગાઉ ગામમાં પંચાયતનો વેરો વસુલવા માટે ગ્રામપંચાયતના કર્મચારીઓ વેરા ભરવાની જાગૃતિ માટે ડોર ડુ ડોર જતાં હતા. જે ઘર માલિકોના વેરા બાકી હોય તેના ચોપડાં પર રેકર્ડ સાથે ઘરે ઘર ફરીને જાગૃત કરી વેરો પંચાયતોમાં ભરી જવા માટે સૂચના પણ આપવામાં આવતી હતી.પરંતું હવે મોટાભાગની પંચાયતોમાં વેરા વસુલાતની કામગીરી ઠપ રહેતી દેખાઇ છે. કેમ ઘરવેરાની રસીદ જરૂરી પંચાયતના ઘરવેરાની મહત્વના કામો માટે કે સરકારી કામો માટે ઘરવેરા ભર્યાની રસીદ ખુબ મહત્વની છે. કોઇ અરજદારને અન્ય કામે કે લોન,વિજ કનેકશન, ગેસ જોડાણ, પાણી, ડ્રેનેજકનેક્શન જેવા કામો હોય ત્યારે જે તે વિભાગમાં અરજી સાથએ ઘર વેરાની રસીદ માગવામાં આવે છે. જેથી અરજદારે જો વેરો ભર્યો ન હોય તો કામો થતા નથી.જેને લઇ અરજદારે ગ્રામપંચાયત પર દોડ લગાવવી પડે છે.જેને લઇ પંચાયતનો વેરો ભરવાની નોબત આવે છે. વેરા રસીદ હોય તો જ ચોપડો ખુલે‎ ઘણીવાર પંચાયતમાં અરજદાર સરપંચ તલાટી પાસે‎જાય ત્યારે બાકી વેરાનો હિસાબ નિકળે‎છેનગરપાલિકાઓ કે ગ્રામપંચાયતોના વેરા બાકી હોય‎અ્ને કોઇ અરજદારને મહત્વના દસ્તાવેજી દાખલાની‎નકલોની જરૂર પડે તો વહીવટકર્તાઓ વેરાની રસીદ‎માગે છે. જો વેરો ભરાઇ ગયો હોય તો દાખલા કે અન્ય‎જરૂરી કાગળો મળી જાય નહિ તો વેરો ભરાવી દેવામાં‎આવે છે.જેથી અરજદારોને જોઇતી નકલો ઉપલબ્ધ થઇ‎જાય છે. વેરા રસીદ હોય તો જ જાય છે.‎
    Click here to Read More
    Previous Article
    સાંસદ ધવલ પટેલની રજૂઆત‎:વલસાડમાં વંદે ભારત સ્લીપર અને શતાબ્દીને સ્ટોપેજ આપો
    Next Article
    કપરાડાની નદીમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ઝડપાઈ:વલસાડ ખાણખનિજનો દરોડો,રેતી વહન-ખનનમાં 1 કરોડનો મુદ્દામાલ સીઝ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment