Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગંભીરા બ્રિજ પરનો વાહનવ્યવહાર હવે શરૂ થશે:ફેબ્રિકેટેડ ટેકનોલોજીની મદદથી લિંક સ્પાન લગાવવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ

    10 hours ago

    વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટયા બાદ તેના ઉપર લોખંડનો નવો સ્પાન લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા સાત મહિનાથી આ બ્રિજ ઉપર વાહનવ્યવહાર બંધ હાલતમાં છે, ત્યારે હવે આ સ્પાન લગાવવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરાતા હવે થોડા જ સમયમાં તેના ઉપરથી વાહનવ્યવહાર શરૂ કરી દેવામાં આવશે. બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા અનેક લોકોને અસર આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાને કારણે આસપાસના અનેક ગામોના લોકો અને ખાસ કરીને નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. વડોદરા નોકરી કરવા જતા તેમજ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓએ પણ ભારે હાલાકી વેઠવી પડી હતી. આ બ્રિજ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ થાય તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા આ જટિલ રિપેરિંગ કામગીરીની જવાબદારી વિશ્વકર્મા મરીન્સ ગ્રુપને સોંપવામાં આવી હતી, જેમણે આ પડકારજનક કાર્યને નિયત સમયમાં અને કુશળતાપૂર્વક પાર પાડ્યું છે. લિંક સ્પાન લગાવવાની કામગીરીનો કોઈ ચાર્જ ન લેવાયો વિશ્વકર્મા ગ્રુપના મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના કેતન ગજ્જર દ્વારા આ પ્રોજેક્ટમાં પ્રશંસનીય અને સામાજિક જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ લિંક સ્પાન લગાવવાની સમગ્ર કામગીરી માટે તેમણે રાજ્ય સરકાર પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલ્યા વિના નિઃશુલ્ક સેવા આપી છે. ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરની મદદથી બ્રિજના તૂટેલા ભાગોને જોડીને તેને ફરીથી ઉપયોગી બનાવવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીને કારણે બ્રિજની મજબૂતી જળવાઈ રહેશે. સરકાર બ્રિજ ખુલ્લો મુકવાની તારીખ નક્કી કરશે આ બ્રિજ ફરી શરૂ થવાથી સ્થાનિક રહીશો, રોજગાર માટે અવરજવર કરતા અપડાઉન કરતા લોકો અને વેપારીઓને મોટી રાહત થશે. સરકાર દ્વારા આગામી સમયમાં આ બ્રિજને ક્યારે ખુલ્લો મુકવો તે અંગેની તારીખ નક્કી કરવામાં આવશે અને ત્યાર બાદ નાના વાહનોની અવરજવર શરૂ કરવામાં આવશે. આ બ્રિજ પરથી પગપાળા ચાલતા લોકો અને ટુ-વ્હીલર ચાલકો ખૂબ જ સરળતાથી પસાર થઈ શકશે, જેનાથી તેમનો સમય અને ઇંધણ બંનેની બચત થશે. સાત મહિનાના લાંબા સમયગાળા બાદ ગંભીરા બ્રિજ પર વાહનવ્યવહાર આંશિક રીતે શરૂ થશે, ત્યારે પંથકની કનેક્ટિવિટીમાં મોટો સુધારો જોવા મળશે. જૂના બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ બનાવાશે બીજી તરફ, આ જૂના બ્રિજના સમારકામની સાથે સાથે તેની બાજુમાં જ બની રહેલા નવા બ્રિજની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. તંત્ર દ્વારા લાંબાગાળાના આયોજનના ભાગરૂપે નવા બ્રિજનું નિર્માણ કાર્ય પણ ઝડપી બનાવવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે હલ થઈ શકે. હાલ પૂરતું, જૂના બ્રિજ પર લિંક સ્પાન લાગી જવાથી વડોદરા અને પાદરા વચ્ચેનો સંપર્ક માર્ગ ફરી જીવંત થશે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં 19 વર્ષીય પાટીદાર યુવકનો આપઘાત:કોલેજના પ્રથમ વર્ષમાં ભણતા કિર્તને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી, પટેલ પરિવારે વહાલસોયો દીકરો ગુમાવ્યો
    Next Article
    વડોદરામાં જમીનના સોદામાં યુનિક ડેવલોપર્સના ભાગીદારો સાથે છેતરપિંડી:જમીન માલિક સહિત 4 આરોપીએ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ખોટુ પેઢીનામુ રજૂ કરીને 2 કરોડ મેળવી લીધા, અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment