Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રજ્ઞાનંદ ગ્રાન્ડ ચેસ ટૂર ટુર્નામેન્ટના ફાઇનલમાં પહોંચ્યો:જર્મનીના કીમરને 19-9થી હરાવ્યો; હવે ડિફેન્ડિંગ ચેમ્પિયન કારુઆના સામે મુકાબલો

    19 hours ago

    ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદા ગ્રાન્ડ ચેસ ટૂર (GCT) 2026ની ફાઇનલમાં પહોંચી ગયો છે. અમેરિકાના સેન્ટ લુઇસમાં રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં પ્રજ્ઞાનંદાએ સેમિફાઇનલમાં જર્મનીના વિન્સેન્ટ કીમરને 19-9થી હરાવ્યો. પ્રજ્ઞાનંદાએ ક્લાસિકલ અને રેપિડ ગેમ પછી જ ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. ત્યારબાદ રમાયેલી ત્રણ બ્લિટ્ઝ ગેમ હારવા છતાં તેના ટોટલ સ્કોર પર કોઈ અસર થઈ ન હતી. હવે 25 ઓગસ્ટે ટાઇટલ મેચમાં પ્રજ્ઞાનંદાનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન અમેરિકાના ફેબિયાનો કારુઆના સાથે થશે. ત્રણ ગેમ બાકી રહેતા જ ફાઇનલમાં સ્થાન પાક્કો કર્યું પ્રજ્ઞાનંદાએ સેમિફાઇનલની બીજી ક્લાસિકલ ગેમમાં કીમરને હરાવીને 9-3ની લીડ મેળવી હતી. ત્યારબાદ તેણે રેપિડ ગેમ્સમાં પણ લીડ જાળવી રાખી. રેપિડ મુકાબલાઓ પછી પ્રજ્ઞાનંદાએ 3 ગેમ બાકી રહેતા જ સેમિફાઇનલ પોતાના નામે કરી લીધી. એટલે કે બ્લિટ્ઝના પરિણામો તેના ફાઇનલમાં પહોંચવાની સ્થિતિને બદલી શક્યો ન હોત. ત્યારબાદ ચાર બ્લિટ્ઝ ગેમ રમાઈ. પ્રજ્ઞાનંદાએ પ્રથમ બ્લિટ્ઝ ગેમમાં હારની સ્થિતિમાંથી કમબેક કરીને જીત મેળવી, પરંતુ ત્યારબાદ કીમરે સતત ત્રણ બ્લિટ્ઝ ગેમ જીતી લીધી. તેમ છતાં સેમિફાઇનલનો કુલ સ્કોર 19-9 પ્રજ્ઞાનંદાના પક્ષમાં રહ્યો. ફાઇનલમાં કારુઆના સામે મુકાબલો બીજી સેમિફાઇનલમાં ફેબિયાનો કારુઆનાએ અમેરિકાના વેસ્લી સોને 18-12થી હરાવ્યો. આ સાથે પ્રજ્ઞાનંદ અને કારુઆના વચ્ચે ટાઇટલ મુકાબલો નક્કી થઈ ગયો. ફાઇનલ 25 ઓગસ્ટે રમાશે. આમાં બંને ખેલાડીઓ 0-0થી નવી શરૂઆત કરશે. એટલે કે સેમિફાઇનલના પોઈન્ટ ફાઇનલમાં જોડાશે નહીં. કારુઆના આ ટુર્નામેન્ટના ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને સતત બીજી વખત ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે. બીજી તરફ, પ્રજ્ઞાનંદ પહેલીવાર GCT ખિતાબ જીતવા માટે રમશે. પ્રજ્ઞાનંદની શરૂઆત કાળા મોહરાંઓથી થશે ફાઇનલ પહેલાં થયેલા ડ્રોમાં નક્કી થયું કે પ્રજ્ઞાનંદ પહેલી ક્લાસિકલ બાજીમાં કાળા મહોરાંથી રમશે. ફાઇનલમાં પહેલાં બે ક્લાસિકલ ગેમ રમાશે. ત્યારબાદ સ્પર્ધાના નિર્ધારિત ફોર્મેટ અનુસાર રેપિડ અને બ્લિટ્ઝ ગેમ્સ થશે. વિજેતાની ઇનામી રકમ 2 લાખ ડોલર છે ગ્રાન્ડ ચેસ ટૂર ફાઇનલની કુલ ઇનામી રકમ 4.5 લાખ ડોલર છે. ચેમ્પિયનને 2 લાખ ડોલર મળશે. રનર-અપને 1.25 લાખ ડોલર અને ત્રીજા સ્થાનના ખેલાડીને 75 હજાર ડોલર મળશે. ટૉપ-3 ખેલાડીઓને 2027 ગ્રાન્ડ ચેસ ટૂરનું સીધું આમંત્રણ પણ મળશે.
    Click here to Read More
    Previous Article
    ફ્રાન્સ અને લાતવિયામાં નોકરી અપાવવાના બહાને ઠગાઈ:આણંદના યુવક પાસેથી વડોદરાના એજન્ટે 9.50 લાખ રૂપિયા પડાવ્યા, વિદેશમાં મોકલી TRC કાર્ડના નામે પણ ધક્કા ખવડાવ્યા
    Next Article
    SpaceX Announces $100 Billion 'Spaceport' In US' Louisiana

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment