Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડલ રોડ બનશે:શહેરમાં રોડની અદ્યતન ડિઝાઇન સાથે નવા સાત રોડને ડેવલોપમેન્ટ કરવામાં આવશે

    12 hours ago

    અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોના રોડને ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારે અલગ-અલગ વિસ્તારના કુલ સાત જેટલા રોડને પ્રિન્સિપલ કોર્પોરેશન દ્વારા 110 કરોડના ખર્ચે મોડલ રોડ તરીકે ડેવલપમેન્ટ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફેન્સી, સ્ટ્રીટલાઇટ ફૂટપાથ બેઠક વ્યવસ્થા સહિતની અલગ અલગ સુવિધાઓ સાથેનો મોડલ રોડ બનાવવામાં આવશે. મોડલ રોડ હવે સ્માર્ટ સિટીની જરૂરિયાત બન્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોડલ રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાત રોડની પસંદગી કરવામાં આવી છે. મોડલ રોડ હવે સ્માર્ટ સિટીની જરૂરિયાત બન્યાં છે તેથી દરેક ઝોનમાં મોડલ રોડ પ્રોજેક્ટ હાથ ધરી શકાય એવા પહોળા અને મોટા લાંબા રોડ ઉપર પસંદગી ઉતારવામાં આવી છે. મોડલ રોડ ઉપર આધુનિક જમાના પ્રમાણે ફેન્સી સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આ‌વશે તથા રોડનાં છેડે ફૂટપાથ સાઇડે વિવિધ પ્રકારની અંડરગ્રાઉન્ડ સર્વિસ માટે યુટિલિટી ડક્ટ બનાવવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. ઉનાળાની મોસમમાં વાહનચાલકોને ગરમીથી રાહત મળશે ચાર ઝોનનાં સાત રોડની પસંદગી કરાઇ છે અને આ મોડલ રોડમાં મેઇન રોડની પહોળાઇ 12.50 મીટર અને 9.50 મીટર રાખવામાં આવશે. જ્યારે સેન્ટ્રલ મિડિયન(સેન્ટ્રલ વર્જ)ની પહોળાઇ એક મીટરથી દોઢ મીટર જેટલી રાખીને તેમાં ફૂલછોડ ઉપરાંત મોટા વૃક્ષો ઉછેરવામાં આવશે, જેનાથી ઉનાળાની મોસમમાં વાહનચાલકોને ગરમીથી રાહત મળશે. મોડલ રોડની બન્ને બાજુ બે મીટર પહોળી ફૂટપાથ બનાવવામાં આવશે આ તમામ મોડલ રોડની કુલ લંબાઇ 9 કિલોમીટરથી વધુ રહેવાની છે, જેમાં સૌથી વધુ લંબાઇ ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનનાં ત્રણ રોડની છે. મોડલ રોડની બન્ને બાજુ બે મીટર પહોળી ફૂટપાથ બનાવવામાં આવશે, અગાઉ જેએનયુઆરએમ સમયે મોટી વધુ પહોળાઇની ફૂટપાથ બનાવી દેવાઇ હતી અને તેમાં રાહદારીઓ કરતાં દબાણ કરનારા વધી ગયાં હતા, તે બાબતને ધ્યાને લઇ હવે ફૂટપાથની પહોળાઇ માફકસર રાખવામાં આવશે તેમજ ફૂટપાથને લોખંડની રેલીંગથી અલગ રાખવાની વિચારણા છે.
    Click here to Read More
    Previous Article
    ધાર્મિક સ્થળોએથી મોબાઈલ ચોરતી ગેંગ ઝડપાઈ:આરોપીઓ પાસેથી 105 મોબાઇલ મળી આવ્યા, અગાઉ આરોપીઓએ ચોરેલા મોબાઇલ સાયબર ક્રાઈમમાં વપરાયા હતા
    Next Article
    ગાંધીનગરમાં 19 વર્ષીય પાટીદાર યુવકનો આપઘાત:કોલેજના પ્રથમ વર્ષમાં ભણતા કિર્તને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી, પટેલ પરિવારે વહાલસોયો દીકરો ગુમાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment