Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ:રોગ સાઈડમાં વાહન ચલાવનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા કલેક્ટરનો આદેશ

    6 days ago

    ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટર કચેરીમાં જિલ્લા કલેકટર ડૉ.મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, બેઠક દરમિયાન જિલ્લા કલેકટરએ જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી, માર્ગ અકસ્માતોને અટકાવવા માટે ખાસ કરીને રોગ સાઈડમાં વાહન ચલાવનાર વાહનચાલકો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા સંબંધિત વિભાગોને સ્પષ્ટ સૂચના આપી હતી, આ ઉપરાંત જિલ્લામાં જ્યાં માર્ગ અકસ્માતોમાં ફેટલ ડેથ નોંધાયાં છે તેવા સ્થળોની સંયુક્ત મુલાકાત લઈ અકસ્માતોના મૂળ કારણોનું વિશ્લેષણ કરી અસરકારક નિવારક પગલાં અમલમાં મુકવા માર્ગદર્શન આપ્યું હતું, બેઠક દરમિયાન નાગરિકો પાસેથી પ્રાપ્ત થયેલી રજૂઆતોની સમીક્ષા કરી જરૂરી પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી હતી, આર.ટી.ઓ.અધિકારીએ વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરી અંગે વિગતવાર અહેવાલ રજૂ કરી, માર્ગ સલામતીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી, આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર એન.ડી.ગોવાણી તેમજ સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં LPG ગેસની સંભવિત અછત સામે તંત્ર સજ્જ:પોલીસ અને રેવન્યુ વિભાગે ગેસ ડિસ્ટ્રિબ્યુટર્સ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી, કાળાબજારી રોકવા 'બાજ નજર'
    Next Article
    વડોદરા બનશે કચરો મુક્ત સ્ટાર સિટી:મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ 44 ખાદ્ય નમૂના લઈ આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment