Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:કેપ્ટન સ્મિત મચ્છર રડી પડ્યા-દીકરી જોઇ ના શકી, મુંબઇથી કોકરોચ પાર્ટીનું સરકારને નવું અલ્ટિમેટમ, એશિયાડમાં 44 વર્ષ પછી વુમન્સ હોકીમાં ગોલ્ડ

    18 hours ago

    નમસ્તે, એશિયન ગેમ્સની વુમન્સ હોકીની ફાઇનલમાં ભારતે ઇતિહાસ રચ્યો. ઇઝરાયલ જઇ રહેલી ફ્લાઇટને ક્રેશ થવાથી બચાવનારા ઇન્ડિયન પાયલોટ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વીડિયો કોલ પર વાતચીત થઈ. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જાણો કે AI મોડેલે કંપનીઓમાં બળજબરીથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. એશિયન ગેમ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે T-20 ગોલ્ડ મેડલ મેચ 2. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ભોપાલના પ્રવાસે રહેશે. તેઓ ગોપાલક સંમેલનમાં સામેલ થશે. 📰 કાલના મોટા સમાચારો 1. ચૂંટણી પંચ જાગ્યું, હવે મતાધિકાર આપશે!:SIRમાં ડિલીટ-નવા મતદાતાઓનાં નામ ઉમેરશે, 20 રાજ્યોમાં વિશેષ અભિયાન ચલાવશે; ગુજરાતમાં 68 લાખ, મહારાષ્ટ્રમાં 2 કરોડ નામ કપાયા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પૂર્ણ કરી ચૂકેલા 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી પંચ વિશેષ અભિયાન ચલાવશે. તેમાં SIR દરમિયાન હટાવવામાં આવેલ લોકોના અને 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી ચૂકેલા નવા મતદારોનાં નામ મતદાર યાદીમાં ઉમેરવામાં આવશે. ચૂંટણી પંચે આ નિર્દેશ 29 સપ્ટેમ્બરે લેખિતમાં આપ્યો હતો. ગુરુવારે તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEOs) સાથે યોજાયેલી વિડિયો કોન્ફરન્સમાં પણ તેને ફરીથી જણાવવામાં આવ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 2. હનુમાન ચાલીસા બોલતો રહ્યો, બધાને થોડા મરવા દેવાય?:10 મિનિટ વાતચીત પછી PM મોદીને સ્મિત મચ્છરે ગુજરાતીમાં કહ્યું , 'જયશ્રી કૃષ્ણ-જયહિન્દ': કેપ્ટને પોતાના અનુભવ સંભળાવ્યા PMએ ભારતના બહાદુર પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વાત કરી. કેપ્ટન સ્મિતે પીએમ મોદીને તે ઘટનાની માહિતી આપતાં જણાવ્યું કે તેમને હિંમત કેવી રીતે મળી. બીજી તરફ PMએ તેમની બહાદુરીની પ્રશંસા કરી અને તેમના વહેલા સ્વસ્થ થવાની કામના કરી. PMએ કેપ્ટન સ્મિતને કહ્યું, 'આખો દેશ તમારા માટે પ્રાર્થના કરી રહ્યો છે. તમારા અને તમારા સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજનનો જાપ કરવામાં આવી રહ્યો છે. તમારા સાહસ, સમજદારી અને સંયમને કારણે અનેક લોકોના જીવ બચ્યા. દેશ ગર્વથી કહી શકે છે કે ભારતીયો એવા નથી જેઓ બીજાના જીવ લે છે, પરંતુ તેઓ એવા છે જેઓ બીજાના જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકવા તૈયાર રહે છે.' સંપૂર્ણ સમાચાર વાંચો 3. ભારતીય વુમન્સ હોકીએ એશિયાડમાં 44 વર્ષ પછી ગોલ્ડ જીત્યો:ફાઇનલમાં ચીનને 1-0 થી હરાવ્યું, ઓલિમ્પિક 2028 માટે ડાયરેક્ટ ક્વોલિફાય; આજે ભારતને 6 ગોલ્ડ મળ્યા ભારતીય વુમન્સ હોકી ટીમે એશિયન ગેમ્સમાં 44 વર્ષ પછી ગોલ્ડ જીતી લીધો. ભારતે ફાઇનલમાં ચીનને 1-0 થી હરાવ્યું. ટીમ માટે એકમાત્ર ગોલ લાલરેમસિયામીએ કર્યો. શુક્રવારે ગોલકીપર સવિતા પૂનિયાએ ફર્સ્ટ હાફમાં ચીનનો પેનલ્ટી સ્ટ્રોક રોકીને ભારતની સરસાઈ જાળવી રાખી. આ જીત સાથે ભારતે લોસ એન્જિલસ 2028 ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય કરી લીધું. સંપૂર્ણ સમાચાર વાંચો 4. જંતર-મંતરનાં 68 દિવસ પછી મુંબઈમાં CJPનું પ્રદર્શન:ટી-શર્ટ પર ગાંધીનો ફોટો; CJP બોલી- મુંબઈ તો માત્ર ટ્રેલર છે, ફાઇનલ જંતર-મંતર પર થશે કોકરોચ જનતા પાર્ટી આજે મુંબઈના શિવાજી પાર્કમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન સ્ટેજ પર હાજર તમામ લોકો ગાંધીજીની તસવીરવાળી ટી-શર્ટ પહેરીને પહોંચ્યા હતા. આ દરમિયાન CJPના સ્થાપક અભિજીત દીપકેએ કહ્યું- જ્યારે ભારતના વડાપ્રધાન અમેરિકા જાય છે, ત્યારે પણ ત્યાં કહેવામાં આવે છે કે તેઓ ગાંધીના દેશમાંથી આવ્યા છે. ગાંધી દેશની આત્મા છે, આંબેડકર કરોડરજ્જુ છે અને નેહરુ મગજ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. ક્રિમિનલ બન્યો AI, માનવ નિયંત્રણની બહાર ગયા OpenAI મોડલ્સ!:100થી વધુ સંસ્થાઓમાં બળજબરીથી ઘૂસણખોરીનો પ્રયાસ; વેબસાઇટ્સને ખોટા કમાન્ડ આપ્યા ChatGPT બનાવનારી કંપની OpenAIની સિસ્ટમે 100થી વધુ સંસ્થાઓની સિસ્ટમમાં બળજબરીથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો છે. કંપનીએ પોતે જ આ વાતનો ખુલાસો કર્યો છે. આ વાતનો સંકેત છે કે ટેસ્ટિંગ તબક્કામાં જ ટેક કંપનીઓના હાથમાંથી તેમના અદ્યતન AI મોડેલ્સની કમાન છૂટી રહી છે. AI મોડેલ્સ માત્ર સિસ્ટમની સુરક્ષાને બાયપાસ કરી રહ્યા નથી, પરંતુ નક્કી કરાયેલી મર્યાદાઓ તોડીને માનવીય નિયંત્રણની બહાર જઈ રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફાયરિંગ:પોશડોડા લઈને જતી સ્કોર્પિયોને રોકતા આરોપીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, પોલીસે પગમાં ગોળી મારી; 10 દિવસમા બીજી ઘટના આજે 2 ઓક્ટોમ્બરની વહેલી પરોઢે અરવલ્લી જિલ્લામાં નશાના કારોબારીઓ સામે પોલીસની આક્રમક ઝુંબેશ વચ્ચે માલપુરના મોરડુંગરી નજીક LCB પોલીસ અને પોશડોડાની ગેરકાયદે હેરાફેરી કરતા બિશ્નોઈ ગેંગના બે આરોપી વચ્ચે સામસામે ગોળીબારની ઘટના સામે આવી છે. 10 દિવસમાં અરવલ્લીમાં ફાયરિંગ અને પોલીસ ઓપરેશનની આ બીજી ઘટના બનતાં અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. લિવ-ઇનમાં જન્મેલા બાળકો કાયદેસર ગણાશે:વસિયત ના હોય તો સંપત્તિમાં પેરેન્ટ્સનો ભાગ લાગશે, ગુજરાતમાં UCCનો કાયદો લાગુ, જાણવા માગો છો એ બધું જ રાષ્ટ્રપતિ દ્રોપદીએ મંજૂરી આપતા જ રાજ્ય સરકારે એક જ દિવસે બે મહત્વના કાયદાકીય પગલાંને સત્તાવાર ગેઝેટમાં પ્રસિદ્ધ કર્યા છે. ‘ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ, 2026’ને ગુજરાત સરકારના અસાધારણ ગેઝેટમાં ગુજરાત એક્ટ નં. 15 ઓફ 2026 તરીકે પ્રસિદ્ધ કર્યો છે. આ સાથે જ હવે 1 ઓક્ટોબરથી UCC કાયદો બની ગયો છે. આ સાથે જ લિવ-ઇનમાં જન્મેલા બાળકોને કાયદાકીય માન્યતા મળી ગઈ છે. તેમજ વસિયત ન હોય તો સંપત્તિમાં માતા-પિતાને પણ હિસ્સો મળશે. બીજી તરફ ‘ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (એમેન્ડમેન્ટ) એક્ટ, 2026’ને પણ 1 ઓક્ટોબરથી અમલમાં લાવવા શિક્ષણ વિભાગે અલગ નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ તમિલનાડુ: હાઇવે બોર્ડ પર હિન્દી લખવા બદલ 2 અધિકારીઓ સસ્પેન્ડ:તમિલ-અંગ્રેજીમાં સ્થળોના નામ લખવાનો નિયમ; 2026માં ત્રીજી વખત હિન્દી શબ્દો ભૂંસી નાખવામાં આવ્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. ઈન્ટરનેશનલઃ પુતિને NATO દેશોને પરમાણુ હુમલાની ધમકી આપી:કહ્યું- કલિનિનગ્રાડ પર હુમલો કર્યો તો બધા હથિયારો તૈયાર; અહીં 80 વર્ષથી રશિયન કબજો (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ મહારાષ્ટ્રના અમરાવતીમાં ટ્રક-પિકઅપ વાનની ટક્કર, 7નાં મોત:18 લોકો ઘાયલ; સમૃદ્ધિ હાઈવે પર અકસ્માત, લોકો દેવી દુર્ગાની પ્રતિમા લઈને જઈ રહ્યા હતા (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. ઈન્ટરનેશનલઃ અમેરિકાથી 9,000 સૈનિકોનું ત્રીજું એરક્રાફ્ટ કરિયર મિડલ ઈસ્ટ રવાના:ઈરાન પર હુમલાની તૈયારી, ટ્રમ્પે ચૂંટણી બાદ હુમલાની વાત કરી હતી (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. સ્પોર્ટ્સઃ એ કામ હજુ પણ અધુરું છે...:વર્લ્ડ કપ શેડ્યૂલ જાહેર થતાં જ શુભમન ગિલે બ્લૂગલ ફૂંક્યું; રોહિત-કોહલી વિશે કરી દીધી મોટી વાત (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. બિઝનેસઃ આ અઠવાડિયે સોનું ₹4000 સસ્તું, ₹1.48 લાખ પર આવ્યું:ચાંદીનો ભાવ ₹11500 ઘટીને ₹2.21 લાખ થયો; આ વર્ષે સોનું ₹14,939 મોંઘું થયું (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. સ્પોર્ટ્સઃ યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી:ટેસ્ટ રમવાનું સપનું અધૂરું રહ્યું; વન-ડે અને T20 રમતો રહેશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ દિલ્હીમાં કૂતરાઓની ચૂંટણી, ગોલા બની વિજેતા દિલ્હીમાં 64 ગોળમટોળ કૂતરાઓ વચ્ચે ‘ફેટ ડોગ્સ ઑફ દિલ્હી’ ચૂંટણી યોજાઈ. હૌઝ ખાસની ગોલાએ 66 હજારથી વધુ મત મેળવીને સાકેતના ગૂગૂને હરાવ્યો. જોકે, સ્પર્ધા દરમિયાન જ ગોલાનું મૃત્યુ થઈ ગયું. લોકોએ કૅફેમાં બનાવેલા મતદાન મથક પર મત આપ્યો અને આંગળી પર શાહી પણ લગાવી. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. કોકપિટ કાંડના હીરો નહીં વિલનની વાત:કો-પાઇલટ ધાર્મિક કટ્ટરવાદી, મિડલ ઈસ્ટનાં ત્રણ એંગલ પર તપાસનો ધમધમાટ, સાઉદી મોટો ધડાકો કરી શકે 2. ગુજરાતના સાંસદોની ગ્રાન્ટમાં કોણે કરોડોની ગોલમાલ કરી?:સ્માર્ટ ક્લાસના નામે TV સેટઅપના 5-5 લાખના બિલ; જૂના રૂમને કલર કરી સ્માર્ટ બાલવાટિકા બનાવી, 4 જિલ્લાની તપાસમાં ઘટસ્ફોટ 3. ફૂટપાથ પર સાડી વેચનારો બોલિવૂડમાં 'નંબર 1' પ્રોડ્યુસર:મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વેવાઈ થાય, દીકરાનું અંગત જીવન રંગીન, ફ્લોપ કરિયર છતાં કરોડોની કમાણી 4. ‘કેપ્ટન સ્મિત અમારા ગામના જમાઈ છે’:ગૌરવ લેવામાં BJPના નેતાએ ઢીલ ના મુકી; સ્પીચ આપતા વાઘાણી ફગી ગયા, મહિલાઓ ઘેરી વળતા મંત્રી માળીએ સ્માર્ટનેસ બતાવી 5. હજારો શીખ સૈનિકો બળવાખોર બન્યા, હથિયારો-ગાડીઓ લૂંટી:એન્કાઉન્ટરમાં 47 માર્યા ગયા, 4 મહિના પછી ઇન્દિરા ગાંધીની હત્યા કરી ઓપરેશન બ્લૂ સ્ટારનો બદલો લીધો 6. આજનું એક્સપ્લેનર:સાથી પાઈલટે છરી ભોંકી, કેપ્ટન સ્મિતે જીવ જોખમમાં મૂકી કોકપિટ ખોલ્યું; પ્લમ્બરે વીડિયો જોઈ પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું! 7. ચોમાસાની વિદાય, પરંતુ 51% ભારત કોરુંધાકોર:ક્યાંક 17 વર્ષમાં સૌથી ઓછો, તો ક્યાંક 20 વર્ષમાં સૌથી વધુ વરસાદ; કેવી મુશ્કેલી ઊભી થવાની છે? 8. ગાંધીજીએ માંસ ખાધું, વેશ્યાલયમાં ગયા, આત્મહત્યાના વિચારો આવ્યા:‘જેન-ઝી જેવી ઉંમરે’ મોહનદાસ શું કરી રહ્યા હતા; ‘મહાત્મા’ કેવી રીતે બન્યા 9. 'બંને બાળકો એકબીજાનું માથું ફોડવા તૈયાર છે':'દરરોજના ઝઘડાથી અમે કંટાળ્યા, ઠપકો કે પ્રેમથી સમજાવવાની કોઈ અસર નથી થતી, શું કરું?' ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: મેષ રાશિના ઘરે પારણું બંધાશે, તુલા રાશિને લગ્નની મંજૂરીના યોગ; મીન રાશિ પર ભાગ્ય મહેરબાન (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    ગુવાહાટી નાઈટક્લબમાં મહિલા સાથે દુર્વ્યવહાર, કપડાં ઉતારીને મારપીટ:બાઉન્સરો પર આરોપ, વીડિયોમાં બે મહિલાઓ લાત મારતી દેખાઈ; મેનેજર કસ્ટડીમાં
    Next Article
    ભારતીય કેપ્ટન પર હુમલો કરનાર પાઇલટ સીરિયામાં રહ્યો હતો:કટ્ટરપંથી વિચારસરણીને કારણે ઓમાનમાં તાલીમમાંથી હટાવ્યો હતો; 8 મહિના પહેલાં ફ્લાયદુબઈમાં જોડાયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment