Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં LPG ગેસની સંભવિત અછત સામે તંત્ર સજ્જ:પોલીસ અને રેવન્યુ વિભાગે ગેસ ડિસ્ટ્રિબ્યુટર્સ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી, કાળાબજારી રોકવા 'બાજ નજર'

    6 days ago

    વૈશ્વિક પરિસ્થિતિઓ અને અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવને કારણે LPG ગેસની સંભવિત અછત અને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને રોકવા માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. ગેસ સિલિન્ડરની કાળાબજારી અટકાવવા માટે એસપી યુવરાજસિંહ જાડેજાએ કડક સૂચનાઓ આપી છે. જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ, પોલીસ અને રેવન્યુ વિભાગે ગેસ ડિસ્ટ્રિબ્યુટર્સ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં કાળાબજારી રોકવા અને પુરવઠો સુનિશ્ચિત કરવા માટેના પગલાંની ચર્ચા કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ગેસ એજન્સીઓ પર આકસ્મિક વિઝિટ કરવામાં આવશે, જેમાં રેવન્યુ ઓફિસર અને પોલીસ કર્મચારીઓ લિસ્ટિંગ અને ડિસ્ટ્રિબ્યુશનની તપાસ કરશે. ગેસ સપ્લાયના રૂટમાં કોઈ અડચણ ન આવે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવશે. અછત અંગેની અફવાઓ ફેલાવનારા તત્વો પર સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ સતત નજર રાખી રહી છે. આ ઉપરાંત, ઘરગથ્થુ ગેસ કનેક્શનનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. એસપી યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ઘરગથ્થુ ગેસના કોમર્શિયલ ડાયવર્ઝનનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈપણ પ્રકારની કાળાબજારી કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં આવશે નહીં. તંત્રએ જનતાને પણ અપીલ કરી છે કે જો ક્યાંય ગેસની કાળાબજારી કે અફવાઓ ધ્યાને આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.
    Click here to Read More
    Previous Article
    YouTuber Shyam Meera Singh detained by UP Police; released later
    Next Article
    રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ:રોગ સાઈડમાં વાહન ચલાવનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા કલેક્ટરનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment