Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદીઓ બહારનું ખાતા પહેલા વિચારજો:સૌરાષ્ટ્ર ગાંઠિયા રથ સહિતના રેસ્ટોરન્ટ-દુકાનોમાં એકનું એક તેલ ફરીથી ઉપયોગમાં લેતા દંડ ફટકાર્યો

    10 hours ago

    અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલી ફરસારણ અને હોટલ તેમજ રેસ્ટોરન્ટમાં ખાવાપીવાની ચીજ વસ્તુઓમાં ગુણવત્તા જળવાતી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે, ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનો અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાતા તેલની માત્રા તપાસ કરવામાં આવી હતી. નવા નરોડા વિસ્તારમાં આવેલા મેક ડોનલ્સ, સતાધાર ચાર રસ્તા પર આવેલા સૌરાષ્ટ્ર ગાંઠિયા, જોધપુરમાં બાલાજી વેફર્સ, સરખેજમાં બીએલજી નમકીન અને ઠક્કરબાપા નગરમાં ભેરુનાથ મેવાડ ચવાણા ભંડારમાં જેમાં નિયત કરતા વધુ પ્રમાણમાં માત્રા મળી આવી હતી. તમામ પાસેથી 15થી 20 હજારનો દંડ વસૂલ કરાયો હતો, જ્યારે બાલાજી વેફરમાં અનહાઇજેનીક કન્ડિશન હોવાને લઈને તેને સીલ કરવામાં આવ્યું છે. 1 માર્ચથી 17 માર્ચ સુધીમાં 108 સેમ્પલ લીધા AMC ફુડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનો અને ઉત્પાદન કરતા ઓના ત્યાંથી ખાદ્ય ચીજ વસ્તુઓના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. 1 માર્ચથી 17 માર્ચ સુધીમાં ફુડ વિભાગની ટીમ દ્વારા 108 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. 867 દુકાનો અને એકમોનું ચેકિંગ કરાયું શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી દુકાનોમાંથી 443 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. બેસન, લોટ, રાઈસ, અનાજના 68, મસાલાના 66, ખાદ્યતેલના 26, પનીરના 34, ઠંડાપીણાના 28, અન્ય 165 મળી 443 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. 867 જેટલી દુકાનો- એકમોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. 330 જેટલી નોટિસ આપીને 4.70 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ KFCમાં ફૂડ વિભાગની તપાસ:અધૂરા રાંધેલા ખોરાકના વાયરલ વીડિયો બાદ કાર્યવાહી
    Next Article
    ગોધરામાં ₹80 લાખનો મુદ્દામાલ જપ્ત:ખાણ ખનીજ વિભાગે બે ટ્રક, એક જેસીબી પકડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment