Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ KFCમાં ફૂડ વિભાગની તપાસ:અધૂરા રાંધેલા ખોરાકના વાયરલ વીડિયો બાદ કાર્યવાહી

    12 hours ago

    વલસાડના રોલા ડુંગરી ખાતે આવેલા કેએફસી (KFC) રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અધૂરા રાંધેલા ખોરાકના વેચાણ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનાને પગલે, વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર એ.આર. વલવીના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર કુ. બી.કે. પટેલ દ્વારા 16 માર્ચ, 2026ના રોજ KFCમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન, 'હોટ એન્ડ ક્રિપ્સી ચીકન બકેટ' અને 'અમેરિકન ક્લાસિક ઝિન્જર ચીકન બર્ગર'ના નમૂના લેવામાં આવ્યા હતા. લેવાયેલા નમૂનાઓને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા, મેડિકલ સર્ટિફિકેટ અને પેસ્ટ કંટ્રોલના રિપોર્ટ્સની પણ ચકાસણી કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વલસાડ દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવાયું છે કે રેસ્ટોરન્ટમાં યોગ્ય સ્વચ્છતા જાળવવામાં આવી રહી હતી.
    Click here to Read More
    Previous Article
    નારણપુરામાં સગીર સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય, આરોપીની ધરપકડ:ગાડીઓના કાચ તોડી શખ્સોએ આતંક મચાવ્યો, એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં બેના મોત
    Next Article
    અમદાવાદીઓ બહારનું ખાતા પહેલા વિચારજો:સૌરાષ્ટ્ર ગાંઠિયા રથ સહિતના રેસ્ટોરન્ટ-દુકાનોમાં એકનું એક તેલ ફરીથી ઉપયોગમાં લેતા દંડ ફટકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment