Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નારણપુરામાં સગીર સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય, આરોપીની ધરપકડ:ગાડીઓના કાચ તોડી શખ્સોએ આતંક મચાવ્યો, એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં બેના મોત

    13 hours ago

    અમદાવાદના નારણપુરામાં સગીર સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરનાર આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. જ્યારે બીજા બનાવમાં નારણપુરામાં ગાડીઓના કાચ તોડી શખ્સોએ આતંક મચાવ્યો હતો. ત્યારે ત્રીજા બનાવમાં એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં બેનાં મોત થયા છે. નારણપુરામાં સગીર સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય,આરોપીની ધરપકડ નારણપુરા રહેતી 57 વર્ષીય મહિલા કચરા પોતાનું કામ કરે છે. તેમની 30 વર્ષીય દીકરી માનસિક અસ્વસ્થ હોવાથી માતા-પિતા અને સંતાનો સાથે રહે છે. 16 માર્ચે સગીર બાળક રડતા રડતા ઘરે આવ્યો હતો. જેથી તેને પૂછતા ઘરની સામે રહેતો આરોપી ફુગ્ગો અપાવવાના બહાને ઘરે લઈ ગયો હતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હોવાનું જણાવ્યુ હતું. ઘટનાના કારણે બાળક ડરી જતા તેને તાવ પણ આવી ગયો હતો. નારણપુરા પોલીસે ગુનો નોંધી 27 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે. નારણપુરામાં ગાડીઓના કાચ તોડી શખ્સોએ આતંક મચાવ્યો નારણપુરાના પ્રગિતનગર ફ્લેટમાં રહેતા ભુષણભાઇ વૈષ્ણવ ઘરે હતાં. ત્યારે કેટલાક શખ્સોએ આવીને તેમની ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. આ શખ્સોએ પાડોશી જયશ્રીબેન ભટ્ટીના ઘરની બહાર પણ તોડફોડ કરીને હેતલને બહાર કાઢો તેમ કહીને ધમકાવ્યા હતાં. પાંચ આરોપીની ધરપકડ સમગ્ર મામલે પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સંજય વોરા, ગોવિંદ રાજપૂત, રવિ પાટીલ, ગોવિંદ બાવરી અને રોહન રાવતની ધરપકડ કરી છે.પકડાયેલા પાંચ પૈકી ત્રણ આરોપીઓ વિરુદ્ધ ભૂતકાળમાં પ્રોહિબિશન સહિતના ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યુ છે. એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં બે નાં મોત વડોદરામાં રહેતા રસીકભાઇ જોશી પરિવારના સભ્યો સાથે મહેસાણા ખાતે બેસણાંમાં ગયા હતા. ત્યાંથી વડોદરા પરત જતી વખતે ગાડી બગડતા ડ્રાઇવર વૈભવ બાગુલે એક્સપ્રેસ હાઇવે પર પાર્કિંગ લાઇટ ચાલુ કરીને ગાડી ઉભી રાખી હતી. તે સમયે અન્ય કારનો ડ્રાઇવર પણ મદદ માટે ઉભો રહ્યો હતો. આઇસર ચાલકે પુરઝડપે આવીને ટક્કર મારી હતી બંને ગાડીમાંથી સામાન બહાર કાઢતા હતા ત્યારે એક આઇસર ચાલકે પુરઝડપે આવીને ટક્કર મારતા ડ્રાઇવર વૈભવ બાગુલે અને શંકર ગોખલેનું સ્થળ પર મોત નિપજ્યુ હતું. વિવેકાનંદનગર પોલીસે આઇસર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં કમોસમી વરસાદ, બગસરા-વડિયા પંથકમાં કરા પડ્યા:હવામાન પલટાથી ખેડૂતોમાં ચિંતા, રવિ પાકને નુકસાનની ભીતિ
    Next Article
    વલસાડ KFCમાં ફૂડ વિભાગની તપાસ:અધૂરા રાંધેલા ખોરાકના વાયરલ વીડિયો બાદ કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment