Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં કમોસમી વરસાદ, બગસરા-વડિયા પંથકમાં કરા પડ્યા:હવામાન પલટાથી ખેડૂતોમાં ચિંતા, રવિ પાકને નુકસાનની ભીતિ

    14 hours ago

    રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જિલ્લામાં 40°C જેટલા ઊંચા તાપમાન બાદ સાંજના સમયે ધૂળની ડમરીઓ અને પવન સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને બગસરા અને વડિયા પંથકમાં કરા સાથે વરસાદ ખાબકતા રવિ પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બગસરા અને વડિયામાં કરા સાથે માવઠું વડિયા શહેર સહિત આસપાસના મોરવાડા અને બાંટવા દેવળી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. દિવસભર અસહ્ય ઉકળાટ અને ભેજવાળા વાતાવરણ બાદ સાંજે આકાશ વાદળોથી ઘેરાયું હતું અને તેજ પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. બીજી તરફ, બગસરા શહેરમાં કરા સાથે વરસાદ પડતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. બગસરા પંથકના શાપર અને સુડાવડ જેવા ગામોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખેતી પાકો પર જોખમ હવામાન વિભાગે અગાઉ જ માવઠાની આગાહી કરી હતી, જે ખેડૂતો માટે પડ્યા પર પાટું સમાન સાબિત થઈ છે. હાલ ખેતરોમાં ઘઉં, જીરું અને ચણા જેવા રવિ પાકો તૈયાર થઈ ગયા છે અથવા લણણીની અવસ્થાએ છે. આવા સમયે કરા અને વરસાદ પડવાથી પાક પલળી જવાની તથા ખરી જવાની શક્યતા વધી ગઈ છે. ખેડૂતોની સ્થિતિ વરસાદી માહોલને જોતા ખેડૂતો તૈયાર પાકને બચાવવા માટે યુદ્ધના ધોરણે લણણી કરી સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરીમાં જોતરાયા છે. ગરમીમાં રાહત, પણ આર્થિક નુકસાનનો ડર જોકે આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, પરંતુ જગતનો તાત આર્થિક નુકસાનની ભીતિથી ચિંતિત છે. કમોસમી વરસાદની આ સ્થિતિ આગામી દિવસોમાં કેવી રહેશે તેના પર અત્યારે સૌની નજર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    વાંસદામાં ગેસ સિલિન્ડરની અછતની અફવા:સંચાલકોએ સ્પષ્ટતા કરી: પૂરતો સ્ટોક ઉપલબ્ધ, OTP સિસ્ટમથી ગભરાશો નહીં
    Next Article
    નારણપુરામાં સગીર સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય, આરોપીની ધરપકડ:ગાડીઓના કાચ તોડી શખ્સોએ આતંક મચાવ્યો, એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં બેના મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment