Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર જી.ડી.મોદી એજ્યુકેશન કેમ્પસમાં સાયબર જાગૃતિ કાર્યક્રમ:કોઈને OTP ન આપશો, અજાણી લિંક પર ક્લિક કરતાં પહેલાં સાવધાન રહો

    1 day ago

    આજના સમયમાં ઓનલાઈન વ્યવહારો વધવાની સાથે સાયબર છેતરપિંડીના બનાવો પણ વધી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ આવે તે હેતુથી રોટરી ક્લબ ઓફ પાલનપુર દ્વારા જી.ડી. મોદી એજ્યુકેશન કેમ્પસ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમમાં અંદાજે 350 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સેમિનારમાં મુખ્ય વક્તા જીગ્નેશભાઈ બારોટે વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડથી બચવાના ઉપાયો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને ઓટીપી, પાસવર્ડ, બેંકિંગ વિગતો અને અન્ય અંગત માહિતી કોઈ અજાણી વ્યક્તિ સાથે શેર નહીં કરવા તેમજ શંકાસ્પદ લિંક, મેસેજ કે ફોનકોલથી સાવચેત રહેવા સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા બાદ ફરિયાદ કેવી રીતે નોંધાવવી અને તાત્કાલિક કયા પગલાં લેવા તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં રોટરી ક્લબના પ્રમુખ સંજય અગ્રવાલ અને સેક્રેટરી અપૂર્વ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને સાયબર ગુનાઓથી સુરક્ષિત રહેવા માટે સજાગ અને જવાબદાર બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રેલવે કર્મચારીનો પરિવાર પ્રવાસે ગયો ને ચોરી થઈ:ચિત્રા-સિદસર રોડ પર મકાનના તાળા તોડી તસ્કરો દાગીના અને રોકડ સહિત રૂ.1.96 લાખની મત્તા લઈ ફરાર
    Next Article
    મુંબઈ- 108 વર્ષ જૂના ઓલિમ્પિયા કોફી હાઉસનું લાઇસન્સ સસ્પેન્ડ:કિચનમાં યુરિનલ, ફ્રિજમાં મીટનું લોહી અને કોકરોચ પણ મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment