Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કાજલી માર્કેટિંગ યાર્ડમાં રક્તદાન શિબિર:રાજ્યસભા સાંસદ માનસિંહ પરમાર સહિત 225થી વધુ લોકોએ રક્તદાન કર્યું

    1 day ago

    ગીર સોમનાથ જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ‘સેવા અને સમર્પણના 25 વર્ષ’ની થીમ સાથે તા. 17 સપ્ટેમ્બરથી તા. 17 ઓક્ટોબર સુધી ચાલી રહેલા આ અભિયાનના ભાગરૂપે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, વેરાવળના સહયોગથી કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી. રાજ્યસભા સાંસદે કર્યું રક્તદાન રક્તદાન શિબિરમાં રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમારે સ્વયં રક્તદાન કરી સેવા અને સમર્પણનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમના માર્ગદર્શનમાં અનેક લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું અને ‘રક્તદાન મહાદાન’ના સંદેશને સાર્થક કર્યો હતો. આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા કાજલી માર્કેટિંગ યાર્ડના હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર અને અગ્રણી ડૉ. સંજયભાઈ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વેરાવળ નગરપાલિકાના હોદ્દેદારો, તાલુકા કારોબારી સભ્યો તેમજ રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો તથા કાર્યકરોએ પણ રક્તદાન શિબિરમાં ભાગ લીધો હતો. થેલેસેમિયા અને કેન્સરના દર્દીઓ માટે ઉપયોગી બનશે રક્ત શિબિરમાં 225થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. એકત્રિત થયેલા રક્તનો ઉપયોગ ગીર સોમનાથ જિલ્લાના થેલેસેમિયા પીડિત બાળકો તેમજ કેન્સરના દર્દીઓના લાભાર્થે કરવામાં આવશે. શિબિરને સફળ બનાવવા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન એમિરેટ્સ કિરીટભાઈ ઉનડકટની આગેવાનીમાં સેક્રેટરી ગિરીશભાઈ ઠક્કર, જોઈન્ટ સેક્રેટરી અનિસ રાચ્છ, કમિટી મેમ્બર સંજયભાઈ દાવડા, ડૉ. ખેવનાબેન કારાવડિયા સહિત બ્લડ બેન્કના ટેકનિકલ સભ્યોએ કામગીરી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    કર્ણાવતી ક્લબની નવી કારોબારી ટીમ 2026-27 જાહેર:નવા પ્રમુખ તરીકે ચેતન શાહ અને માનદ મંત્રી તરીકે અજય ઠક્કરની વરણી
    Next Article
    ગોધરામાં ભારે સુરક્ષા વચ્ચે ગણેશ વિસર્જન યાત્રા:પોલીસ, BSF, SRPના 4 હજારથી વધુ જવાનો બંદોબસ્તમાં, ડ્રોન અને 82 CCTVથી બાજ નજર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment