Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ભારે સુરક્ષા વચ્ચે ગણેશ વિસર્જન યાત્રા:પોલીસ, BSF, SRPના 4 હજારથી વધુ જવાનો બંદોબસ્તમાં, ડ્રોન અને 82 CCTVથી બાજ નજર

    1 day ago

    ગોધરા શહેરમાં આજે ગણેશજીની વિસર્જન યાત્રા ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઉત્સાહભેર નીકળી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી વિસર્જન યાત્રાનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસર્જન રૂટને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો. યાત્રા પર ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામાં આવી હતી, જ્યારે સમગ્ર રૂટ પર લગાવવામાં આવેલા 82 જેટલા CCTV કેમેરા મારફતે સતત નિગરાની કરવામાં આવી હતી. 4 હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત વિસર્જન યાત્રાની સુરક્ષા માટે 4 હજારથી વધુ પોલીસ જવાનો અને સુરક્ષા કર્મચારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. બંદોબસ્તમાં 4 SP, 11 DySP, 54 PI, 98 PSI, 1,372 પોલીસ કોન્સ્ટેબલ અને 250 મહિલા પોલીસ કોન્સ્ટેબલ સહિત 4 કંપની SRP, 1 કંપની RAF, 1 કંપની BSF, 1,200 હોમગાર્ડ, 500 GRD, 186 LRD અને 80 TRB જવાનો જોડાયા હતા. વિશ્વકર્મા ચોકથી રામસાગર તળાવ સુધી યાત્રા ગણેશ વિસર્જન યાત્રાનું પ્રસ્થાન વિશ્વકર્મા ચોક ખાતેથી થયું હતું. ત્યારબાદ યાત્રા જૂની પોસ્ટ, પટેલવાડા, રાની મસ્જિદ, પોલન બજાર, ચોકી નંબર 7, સ્ટેશન રોડ, ગીદવાની રોડ અને ભાગોળ થઈને રામસાગર તળાવ ખાતે પહોંચી હતી. અહીં શ્રીજીની પ્રતિમાઓનું વિધિવત રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું. લઘુમતી વિસ્તારમાં મુસ્લિમ આગેવાનો દ્વારા સ્વાગત વિસર્જન યાત્રા દરમિયાન લઘુમતી વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે મુસ્લિમ આગેવાનો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સમગ્ર રૂટ પર ભાઈચારા અને શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા તંત્રના આયોજનથી વિસર્જન શાંતિપૂર્ણ રીતે સંપન્ન વિઘ્નહર્તા ગણેશજીની વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા મજબૂત સુરક્ષા વ્યવસ્થા અને સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું. ચુસ્ત બંદોબસ્ત અને સતત દેખરેખ વચ્ચે ગણેશ વિસર્જન યાત્રા વિના વિઘ્ને પૂર્ણ થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કાજલી માર્કેટિંગ યાર્ડમાં રક્તદાન શિબિર:રાજ્યસભા સાંસદ માનસિંહ પરમાર સહિત 225થી વધુ લોકોએ રક્તદાન કર્યું
    Next Article
    Vaibhav Sooryavanshi Labelled "Future Of India" As Sri Lanka Great Sends Strong Message To BCCI

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment