Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ₹80 લાખનો મુદ્દામાલ જપ્ત:ખાણ ખનીજ વિભાગે બે ટ્રક, એક જેસીબી પકડ્યા

    9 hours ago

    પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ટીંબા પંડ્યા પુરા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. વિભાગે ગેરકાયદેસર ખનીજ વહન કરતી બે ટ્રક અને એક જેસીબી મશીન ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં કુલ 80 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખાણ ખનીજ વિભાગને ટીંબા પંડ્યા પુરા વિસ્તારમાં આવેલી અશોક કોરી પાસે બ્લેક ટ્રેપ પથ્થરના ગેરકાયદેસર વહન અંગે બાતમી મળી હતી. આ બાતમીના આધારે વિભાગની ટીમે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, અધિકારીઓએ વગર પાસ-પરમિટ કે રોયલ્ટી ભર્યા વિના ખનીજ ભરીને જતા વાહનોને આંતર્યા હતા. વાહનચાલકો સંતોષકારક દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા. આથી, ખાણ ખનીજ વિભાગે બંને ટ્રક અને જેસીબી મશીન સીઝ કરી કુલ 80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ગેરકાયદેસર ખનીજ વહન કરનારા તત્વો વિરુદ્ધ ખાણ ખનીજ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગની આ સપાટાભેર કાર્યવાહીને કારણે ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદીઓ બહારનું ખાતા પહેલા વિચારજો:સૌરાષ્ટ્ર ગાંઠિયા રથ સહિતના રેસ્ટોરન્ટ-દુકાનોમાં એકનું એક તેલ ફરીથી ઉપયોગમાં લેતા દંડ ફટકાર્યો
    Next Article
    Actor Nimisha Nair Posts Video Of 'Drunk Men' Blocking Cab, 'Harassing' Her In Mumbai

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment