Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રદ્ધાળુંઓને નશીલું પીણું પીવડાવી લૂંટતી ભાવનગરની ગેંગ, રિકન્સ્ટ્રક્શન:ફૂલડોલ ઉત્સવમાં વૃદ્ધ શ્રદ્ધાળુઓને નિશાન બનાવી લૂંટ્યા હતા, ધતુરાના બીજ ઘસીને પીણાંમાં નાખતા

    6 days ago

    દ્વારકાના જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન વૃદ્ધ શ્રદ્ધાળુઓને નિશાન બનાવી લૂંટ ચલાવતી ભાવનગરની ગેંગનો દેવભૂમિ દ્વારકા પોલીસ અને LCBએ પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પકડાયેલા બે આરોપીઓને પોલીસે ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. ધતુરાના બીજનો પાવડર ભેળવી બનાવતા બેભાન પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ શ્રદ્ધાળુઓ સાથે સમાન જ્ઞાતિની હોવાનું કહી ઓળખાણ વધારતા અને વિશ્વાસ જીતતા હતા. ત્યારબાદ ગરમીનું બહાનું કાઢી શેરડીના રસ અથવા ઠંડા પીણામાં ધતુરાના બીજનો ઝેરી પાવડર ભેળવી પીવડાવતા હતા. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ આસપાસના વિસ્તારમાંથી ધતુરાના ફળ તોડી, તેના બીજને કચડી પાવડર તૈયાર કરતા હતા. નશીલું પીણું પીધા બાદ શ્રદ્ધાળુઓ બેભાન થતા જ તેમને દ્વારકા લાઈટ હાઉસના પાછળના ભાગે લઈ જઈ સોનાના દાગીના અને રોકડની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ જતા હતા. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર છે: કાળુ અમરસી વાઘેલા: આ શખ્સ સામે અગાઉ ભાવનગર અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં કુલ 6 ગુના નોંધાઈ ચૂક્યા છે. હરેશ ઉર્ફે હકલો બાબુ માતાચોળીયા: આ આરોપી સામે પાલીતાણા પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુના નોંધાયેલા છે. મુદ્દામાલ અને પોલીસ કામગીરી પોલીસે અત્યાર સુધીમાં આરોપીઓ પાસેથી કુલ 3,14,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સફળ કામગીરી LCB PI બી.જે. સરવૈયા, PSI બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસની અપીલ ધાર્મિક સ્થળોએ આવતા શ્રદ્ધાળુઓએ અજાણ્યા વ્યક્તિઓ સાથે વાતચીત કરવામાં કે તેમની પાસેથી કોઈ ખાદ્ય પદાર્થ અથવા પીણું સ્વીકારવામાં સાવચેતી રાખવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    EDITOR'S VIEW: ઈસ્લામિક બળિયા, બાથે વળગ્યા:અફઘાન-પાક.ના વિનાશક તાંડવમાં 400 લાશો, મોસાદે ઈરાની સિક્યોરિટી ચીફના ચીંથરા ઉડાવ્યા, ધડાકામાં ચીન ધણધણ્યું
    Next Article
    સુંદરપુરા પાટિયા પાસે વાળંદની હત્યા કરનાર આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું:આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર, પોલીસે ચપ્પુ અને ચપ્પલ કબજે કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment