Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુંદરપુરા પાટિયા પાસે વાળંદની હત્યા કરનાર આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું:આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર, પોલીસે ચપ્પુ અને ચપ્પલ કબજે કર્યા

    1 week ago

    વડોદરા શહેરમાં ગત 14 માર્ચના રોજ સમી સાંજે કપુરાઈ પોલીસ મથક હદ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં શહેર નજીક આવેલા સુંદરપુરા પાટિયા વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હતો. વાળંદને બાજુમાં કરિયાણાની દુકાન ચલાવતા આરોપીએ જ તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી યુવકનું કાસળ કાઢ્યું હતું. આ મામલે કપુરાઈ પોલીસે આરોપીને ઝડપી રિમાન્ડ મેળવ્યા છે અને રિમાન્ડ દરમ્યાન આજે આરોપીનું હત્યા સ્થળે રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું. હત્યાર કરનારનું રિકન્સ્ટ્રક્શન, લંગડાતો લંગડાતો ચાલ્યો આ હત્યામાં આરોપી કિરણ જશુભાઈ ચાવડા (ઉં.વ. 41, ઓર્નેટ ટાઉનવિલા સુંદરપુરા રોડ જામ્બુઆ) હાલ પોલીસ કસ્ટડીમાં છે એના રિમાન્ડ દરમ્યાન આજે હત્યા સ્થળે રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે આરોપીને હત્યા સ્થળે હાથમાં હાથકડી પહેરાવી લઈ ગઈ હતી ત્યારે આરોપી લંગડાતો જોવા મળ્યો હતો. કપુરાઈ પોલીસે હત્યા સ્થળેથી ચાકુ અને ચપ્પલ સહિત હત્યામાં ઉપયોગી મુદ્દામાલ કબજે કર્યો છે. કરિયાણાના દુકાનદારે બાજુના દુકાનના વાળંદની હત્યા કરી વડોદર શહેર નજીક અને કપુરાઈ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા સુંદરપુરા પાટિયા પાસે જી.ઈ.બી.ની બાજુમાં આવેલા ઓરનેટ વિલા કો-ઓપરેટિવ સોસાયટી નીચેની હેર કટિંગની દુકાન પાસે કરિયાણાની દુકાન ચલાવતા કિરણભાઈએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ઘટનાસ્થળે લોહીથી લથપથ હાલતમાં મળી આવેલા યુવકને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકની ઓળખ મિતેશકુમાર રમણભાઈ વાળંદ (ઉંમર 36 વર્ષ) તરીકે થઈ હતી. આરોપી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર છે આરોપીએ મૃતકને તીક્ષ્ણ હથિયાર વડે મોઢા અને ગળાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. મૃતક મૂળ ભરૂચ જિલ્લાના માતરનો વતની હતો. આ હત્યાની ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કોલ્ડરૂમમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં આરોપી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર છે.
    Click here to Read More
    Previous Article
    શ્રદ્ધાળુંઓને નશીલું પીણું પીવડાવી લૂંટતી ભાવનગરની ગેંગ, રિકન્સ્ટ્રક્શન:ફૂલડોલ ઉત્સવમાં વૃદ્ધ શ્રદ્ધાળુઓને નિશાન બનાવી લૂંટ્યા હતા, ધતુરાના બીજ ઘસીને પીણાંમાં નાખતા
    Next Article
    સૌરાષ્ટ્રમાં રાત-દિવસ ઘરફોડ ચોરી કરતી કુખ્યાત ગેંગ સામે 'ગુજસીટોક':19 શખસોએ 10 વર્ષમાં 92 ગુનાને અંજામ આપ્યો, 10ની ધરપકડ; 4 જેલમાં બંધ, મુખ્ય સૂત્રધાર સહિત 5ની શોધખોળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment