Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૂજરાત વિદ્યાપીઠમાં ગિફ્ટ સિટી પર વિશેષ વ્યાખ્યાન:પ્રદિપ કે. મોદીએ આઈએફએસસીના ફંડ મેનેજમેન્ટ અને બુલિયન એક્સચેન્જ ક્ષેત્રે રહેલી નવીનતમ તકો સમજાવી

    2 days ago

    ગૂજરાત વિદ્યાપીઠ ખાતે વ્યવસ્થાપન અને વાણિજ્ય વિદ્યાશાખા તથા માહિતી, સંચાર અને પ્રૌદ્યોગિકી વિદ્યાશાખા દ્વારા એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. "ગિફ્ટ સિટી અને આઈએફએસસી: યુવાનો માટે ઉત્તમ કારકિર્દી તકો તરફ એક પગલું" વિષય પર આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય નિષ્ણાત તરીકે પ્રદિપ કે. મોદી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ભારતના બદલાતા નાણાકીય લેન્ડસ્કેપ વિશે ઊંડાણપૂર્વક માહિતગાર કર્યા હતા. નાણાકીય ક્ષેત્રના પરિવર્તનો અને ગિફ્ટ સિટીનો હેતુ વ્યાખ્યાન દરમિયાન પ્રદિપ કે. મોદીએ ગિફ્ટ સિટી અને IFSC (International Financial Services Centre) ની સ્થાપના પાછળના વિઝન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સમજાવ્યું કે ભારતને વૈશ્વિક નાણાકીય નકશા પર મજબૂત કરવા માટે આ પ્રોજેક્ટ કેટલો અનિવાર્ય છે. ખાસ કરીને મૂડીબજારમાં આવેલા ક્રાંતિકારી ફેરફારો અને ફંડ મેનેજમેન્ટ ઇકોસિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે, તે અંગે તેમણે તકનીકી સમજ પૂરી પાડી હતી. નવીન ક્ષેત્રોમાં રહેલી વિપુલ તકો યુવાનો માટે કારકિર્દીના નવા દ્વાર ખોલતા ક્ષેત્રો જેવા કે વીમા અને પુનર્વીમા (Re-insurance), બુલિયન એક્સચેન્જ અને ફિનટેક અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિષ્ણાતે જણાવ્યું કે આધુનિક ટેકનોલોજી અને ફાયનાન્સના સમન્વયથી આગામી સમયમાં પ્રોફેશનલ્સ માટે અનેક તકો ઊભી થશે. સંવાદ અને જિજ્ઞાસાનું સમાધાન કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોત્તરી સત્ર રાખવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ગિફ્ટ સિટીમાં પ્રવેશ અને જરૂરી કૌશલ્યો વિશે ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછ્યા હતા, જેનું પ્રદિપ કે. મોદીએ સરળ શૈલીમાં સમાધાન કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ હાજરી આપીને માહિતીપ્રદ સત્રનો લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ગિરનાર પર અંબાજી મંદિરમાં દારૂ-નોનવેજ મહેફિલ અને દાનચોરીનો મામલો:11 લોકો સામે પોલીસ ફરિયાદ, મહંતની નિમણૂક પ્રક્રિયા નવેસરથી કરાશે
    Next Article
    ગીર સોમનાથમાં ગેસ ગેરરીતિ સામે તંત્રના દરોડા:48 રેસ્ટોરન્ટ, 21 એજન્સી ચકાસાઈ; 6 સિલિન્ડર સીઝ, ₹4.17 લાખ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment