Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં ગેસ ગેરરીતિ સામે તંત્રના દરોડા:48 રેસ્ટોરન્ટ, 21 એજન્સી ચકાસાઈ; 6 સિલિન્ડર સીઝ, ₹4.17 લાખ જપ્ત

    2 days ago

    ગીર સોમનાથ જિલ્લામાં ગેસ સિલિન્ડરના ગેરકાયદેસર વપરાશ અને સંગ્રહખોરી સામે જિલ્લા તંત્રએ આક્રમક કાર્યવાહી શરૂ કરી છે. કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા વિભાગે અનેક સ્થળોએ આકસ્મિક દરોડા પાડી ગેરરીતિઓ સામે દંડાત્મક પગલાં લીધા છે. આ ઝુંબેશ અંતર્ગત, પુરવઠા વિભાગની ટીમોએ જિલ્લાની 48 હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીના એકમોમાં તાબડતોબ તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત, 21 ગેસ એજન્સીઓ અને ગોડાઉનોમાં પણ સઘન ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી કરતાં 06 ગેસ સિલિન્ડર સીઝ કરવામાં આવ્યા હતા. કુલ ₹4.17 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જે ગેરકાયદેસર સંગ્રહખોરી તરફ ઈશારો કરે છે. તંત્ર દ્વારા ખાસ કરીને વ્યાપારી ઉપયોગ માટેના ગેસ સિલિન્ડરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ઘણી જગ્યાએ ઘરેલુ સિલિન્ડરનો વ્યાપારી ઉપયોગ થતો હોવાની શંકાને આધારે સ્થળ પર જ ચકાસણી કરાઈ હતી. હોટલ સંચાલકો નિયમ મુજબ ગેસનો ઉપયોગ કરે છે કે નહીં અને ગેરકાયદેસર રીતે વધારાનો જથ્થો સંગ્રહવામાં આવ્યો છે કે નહીં તેની બારીકાઈથી તપાસ કરવામાં આવી. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાર્યરત એલપીજી ગોડાઉનોમાં પણ સ્ટોક રજિસ્ટર અને વાસ્તવિક જથ્થા વચ્ચે મેળ બેસે છે કે નહીં તેની સઘન ચકાસણી કરાઈ હતી. જ્યાં પણ વિસંગતતા જણાઈ, ત્યાં તંત્રએ તાત્કાલિક પગલાં લીધા હતા. તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગેસ સિલિન્ડરના ગેરવપરાશ, સંગ્રહખોરી કે નિયમોના ભંગ સામે હવે કોઈ છૂટછાટ નહીં અપાય. દરેક ગેસ એજન્સી પર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પોલીસની નિમણૂક કરીને સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. જિલ્લા પુરવઠા વિભાગે જણાવ્યું છે કે આ અભિયાન હવે નિયમિત બનાવવામાં આવશે અને આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી થવાની સંભાવના છે. તંત્રના આ આક્રમક અભિગમથી ગેસ માફિયાઓમાં હડકંપ મચી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    ગૂજરાત વિદ્યાપીઠમાં ગિફ્ટ સિટી પર વિશેષ વ્યાખ્યાન:પ્રદિપ કે. મોદીએ આઈએફએસસીના ફંડ મેનેજમેન્ટ અને બુલિયન એક્સચેન્જ ક્ષેત્રે રહેલી નવીનતમ તકો સમજાવી
    Next Article
    Banaskantha Latest Controversy Live | ઉણગામે બે સમાજ સામસામે | Un | Runi | Samaj | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment