Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ સજ્જ:શ્રી કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં માઇક્રોપ્લાનિંગ અને મહાસંપર્ક અભિયાનની રણનીતિ ઘડાઈ

    2 days ago

    ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો શંખનાદ થવાની તૈયારીમાં છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તેની સંગઠન વ્યવસ્થાને અત્યારથી જ વેગવંતી બનાવી દીધી છે. કોબા સ્થિત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં એક મહત્વની પ્રદેશ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી અને ચૂંટણી સંચાલન સમિતિના ઇન્ચાર્જ ગોરધનભાઈ ઝડફીયાની વિશેષ ઉપસ્થિતિમાં ચૂંટણીલક્ષી માઇક્રોપ્લાનિંગ અને વ્યૂહરચના અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બુથ સ્તર સુધીનું માઇક્રોપ્લાનિંગ અને વિઝનરી નેતૃત્વ બેઠકને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ભાજપા પાસે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનું વિઝનરી નેતૃત્વ છે. તેમણે જિલ્લા, મહાનગર, મંડલ અને છેક બુથ સ્તર સુધી સંગઠન વ્યવસ્થાને સુદ્રઢ કરવા પર ભાર મૂક્યો હતો. રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં થયેલા વિકાસકાર્યો અને સ્થાનિક પ્રતિનિધિઓના રિપોર્ટ કાર્ડ સાથે કાર્યકર્તાઓની વિશાળ ફોજ હવે જનતાની વચ્ચે જશે. જગદીશભાઈએ કાર્યકરોને પ્રવાસ, પરિચય અને પરિશ્રમનો મંત્ર આપીને સંવાદ અને સંકલન વધુ મજબૂત કરવા આહ્વાન કર્યું હતું. સંઘે શક્તિ કલયુગે: જીતની પરંપરા જાળવી રાખવાનો સંકલ્પ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ સંગઠનાત્મક માર્ગદર્શન આપતા કહ્યું હતું કે, ગુજરાત ભાજપાએ હંમેશા ચૂંટણીઓમાં ઐતિહાસિક વિજય મેળવવાની પરંપરા જાળવી રાખી છે. તેમણે "સંઘે શક્તિ કલયુગે"ના મંત્ર સાથે સામૂહિક પ્રયાસોને સફળતાની ચાવી ગણાવી હતી. આગામી સમયમાં ભાજપા દ્વારા ઘર-ઘર સુધી પહોંચવા માટે ‘મહાસંપર્ક અભિયાન‘ શરૂ કરવામાં આવશે, જેના દ્વારા જનસંપર્કને વધુ પ્રભાવશાળી બનાવવામાં આવશે. ‘મન કી બાત ટિફિન કે સાથ‘ અને આગામી કાર્યક્રમો ચૂંટણી સંચાલન સમિતિના ઇન્ચાર્જ ગોરધનભાઈ ઝડફીયાએ કાર્યકરોમાં ઉત્સાહ પૂરતા જણાવ્યું કે, ભાજપાનો કાર્યકર દરેક પ્રકારની ચૂંટણી માટે હંમેશા સજ્જ હોય છે. તેમણે આગામી કાર્યક્રમોની રૂપરેખા આપતા જણાવ્યું કે, 26 માર્ચ સુધીમાં તમામ જિલ્લા અને મંડલ સ્તરની બેઠકો પૂર્ણ કરી લેવામાં આવશે. ખાસ કરીને 29 માર્ચના રોજ પ્રધાનમંત્રીના ‘મન કી બાત‘ કાર્યક્રમ અંતર્ગત મંડલ સ્તરે ‘મન કી બાત ટિફિન કે સાથ‘ કાર્યક્રમનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત 6 એપ્રિલે ભાજપા સ્થાપના દિન અને 14 એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. બેઠકની અન્ય વિગતો આ બેઠકમાં પ્રદેશ પદાધિકારીઓ, મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ અને ચૂંટણી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટે સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે અનિરુદ્ધભાઈ દવેએ સંચાલન અને હિતેન્દ્રસિંહ ચૌહાણએ આભારવિધિ કરી હતી. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ચંદ્રુમાણા શાળામાં વ્યસનમુક્તિ કાર્યક્રમ:કન્વીનર નરેશ પટેલે વિદ્યાર્થીઓને વ્યસનોના નુકસાન સમજાવ્યા; એક વ્યક્તિએ તમાકુ છોડી
    Next Article
    6 ફૂટના સાપને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયો:અજાણ્યા વાહન નીચે કચડાઈ જતા બચવા માટે સાપ કારમાં ઘૂસી ગયો, પશુ દવાખાનામાં સારવાર અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment