Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રુમાણા શાળામાં વ્યસનમુક્તિ કાર્યક્રમ:કન્વીનર નરેશ પટેલે વિદ્યાર્થીઓને વ્યસનોના નુકસાન સમજાવ્યા; એક વ્યક્તિએ તમાકુ છોડી

    2 days ago

    પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામની પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમથી પ્રેરણા લઈને ગામના એક નાગરિકે તમાકુ છોડવાની ઘોષણા કરી હતી. આ કાર્યક્રમની પહેલ ગામના નિવૃત્ત પ્રોફેસર ડૉ. રાજેન્દ્ર દવે દ્વારા તેમના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિત્તે કરવામાં આવી હતી. તેમણે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આશીર્વાદ અને નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત 'મારું ગામ વ્યસનમુક્ત ગામ, સ્વચ્છ અને સુંદર ગામ, મારી શાળા તમાકુ મુક્ત શાળા'ના સંકલ્પ સાથે આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વ્યસનમુક્તિ કન્વીનર નરેશભાઈ પટેલે બાળકોને વ્યસનોથી થતા શારીરિક, આર્થિક, સામાજિક અને માનસિક નુકસાન અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે તમાકુ, બીડી, સિગારેટ, ચલમ, દારૂ જેવા વ્યસનોથી બચવા અને પરિવારમાં વ્યસનીને મદદ કરવા અંગે સમજાવ્યું. આ પ્રસંગે અડિયા સુપરવાઈઝર ભગવાનભાઈ પ્રજાપતિ અને આયુષ્યમાન મંદિર ચંદ્રુમાણાના મહેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે 'મારી શાળા વ્યસનમુક્ત શાળા, મારો પરિવાર વ્યસનમુક્ત પરિવાર, મારો પરિવાર સ્વસ્થ પરિવાર'નું મહત્વ સમજાવ્યું. કાર્યક્રમના અંતે સૌએ નશામુક્તિના શપથ લીધા હતા. ડૉ. રાજેન્દ્ર દવેએ કાર્યક્રમમાં હાજર સૌ બાળકો અને મહેમાનોને નાસ્તો કરાવ્યો હતો. તેમણે પણ તમાકુનું સેવન નહી કરવાનો સંકલ્પ કર્યો હતો, જે એક પ્રેરણાદાયક ઉદાહરણ બન્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સરકારી કર્મચારી BJPનો પ્રચાર કરતા હોવાનો આરોપ:કામદાર યુનિયન દ્વારા નિયમોનો ભંગ કરાતો હોવાના ફોટા સાથે મ્યુ. કમિશનરને લેખિત રજૂઆત, સસ્પેન્ડ કરવાની કરાઈ માંગ
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ સજ્જ:શ્રી કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં માઇક્રોપ્લાનિંગ અને મહાસંપર્ક અભિયાનની રણનીતિ ઘડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment