Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરજી પાછી ખેંચવા રાજકીય વગ ધરાવનારે વેપારીને મારી નાખવાની ધમકી:ભાણાના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવા બાબતે વિવાદ, સતલાસણામાં પાર્લર ચલાવતા આઘેડની ફરિયાદ

    6 days ago

    મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના વાવ ગામે પાર્લર ચલાવતા અને અનુસૂચિત જાતિના આધેડ વેપારીને કેશરપુરા સામાજિક બહિષ્કારની ફરિયાદ પાછી ખેંચવા બાબતે ધાકધમકી આપી જાતિવિષયક અપમાનિત કરવામાં આવ્યા હોવાની ફરિયાદ સતલાસણા પોલીસ મથકે નોંધાઈ છે. રાજકીય વગ ધરાવતા શખ્સે વેપારીને જાનથી મારી નાખવાની અને ધંધો બગાડી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. ભાણાના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવા બાબતે વિવાદ સતલાસણાના વાવ ગામે રહેતા અને 'જય અંબે શક્તિ પાર્લર' ચલાવતા કાનજીભાઈ રણછોડભાઈ સેનમાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત ફેબ્રુઆરી માસમાં કેશરપુરા ગામે તેમના ભાણાના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવા બાબતે વિવાદ થયો હતો. સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કર્યો આ મામલે કેશરપુરાના નરેશજી દશરથજી ઠાકોરે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરી અનુસૂચિત જાતિના લોકોનો સામાજિક બહિષ્કાર કરવાની હાકલ કરી હતી.જેના પગલે કાનજીભાઈએ અગાઉ પોલીસમાં અરજી આપી હતી. 'અરજી પાછી ખેંચી લે, નહીંતર જાનથી મારી નાખીશ' ગઈ 11 માર્ચ 2026ના રોજ કાનજીભાઈ પોતાના પાર્લર પર હાજર હતા ત્યારે સરતાનપુરના વિરેન્દ્રસિંહ લાલસિંહ ચૌહાણ ત્યાં આવ્યા હતા. તેમણે કાનજીભાઈ પર ઉશ્કેરાઈને જણાવ્યું હતું કે,'તેં કેશરપુરાના નરેશજી વિરુદ્ધ જે અરજી આપી છે તે પાછી ખેંચી લે, નહીંતર તને જાનથી મારી નાખીશ.' આરોપીએ પોતાની રાજકીય ઓળખ આપી ધમકાવતા કહ્યું હતું કે તે ભાજપનો પ્રમુખ છે અને કાનજીભાઈનો ધંધો બગાડી નાખશે તેમજ કોઈ ખોટા કેસમાં ફસાવી દેશે. જાતિવિષયક અપશબ્દો બોલી અપમાનિત કર્યા વધુમાં આરોપીએ ફરિયાદીને જાતિવિષયક અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા અને સોશિયલ મીડિયા કે અગ્રણીઓ સાથે મળીને ન્યાય માટેના પ્રયાસો બંધ કરવા દબાણ કર્યું હતું. એટ્રોસિટી એક્ટ અને ધમકી આપવા બદલ ગુનો નોંધાયો આ ઘટના બાદ કાનજીભાઈએ પરિવાર સાથે વિચાર-વિમર્શ કરી સતલાસણા પોલીસ મથકે વિરેન્દ્રસિંહ લાલસિંહ ચૌહાણ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે એટ્રોસિટી એક્ટ અને ધમકી આપવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર હરસિદ્ધિ માતાજી મંદિરે ચૈત્ર નવરાત્રિની તૈયારીઓ પૂર્ણ:આવતીકાલથી પ્રારંભ, રોશની અને શણગાર કરાયા
    Next Article
    બાલીસણામાં મેગા આયુષ કેમ્પ યોજાયો:1516 લાભાર્થીઓએ સેવા લીધી, આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિ દ્વારા આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment