Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાલીસણામાં મેગા આયુષ કેમ્પ યોજાયો:1516 લાભાર્થીઓએ સેવા લીધી, આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિ દ્વારા આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાઈ

    1 week ago

    પાટણ તાલુકાના બાલીસણા ગામે બુધવારે મેગા આયુષ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા આયુષ નિયામકની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા આ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિ દ્વારા વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. જેમાં આયુર્વેદ ઓપીડી, હોમિયોપેથી ઓપીડી, આયુર્વેદિક તથા હોમિયોપેથીક નિદર્શન, અગ્નિકર્મ સારવાર, મફત દવા વિતરણ અને પથ્ય-અપથ્ય અંગે માર્ગદર્શનનો સમાવેશ થાય છે. કેમ્પમાં કુલ ૧૫૧૬ લાભાર્થીઓએ સેવાઓનો લાભ લીધો હતો. જેમાં આયુર્વેદ ઓપીડીમાં ૨૦૪, હોમિયોપેથી ઓપીડીમાં ૧૨૨, યોગ નિદર્શન હેઠળ ૧૦૫, અગ્નિકર્મ સારવાર હેઠળ ૪૫, આયુષ પરિસંવાદમાં ૫૩૦ અને ઉકાળા વિતરણથી ૫૧૦ લાભાર્થીઓનો સમાવેશ થાય છે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારોમાં આયુષ પદ્ધતિઓ પ્રત્યે જાગૃતિ વધારવાનો અને લોકોને કુદરતી તથા પરંપરાગત સારવાર પદ્ધતિઓનો લાભ પૂરો પાડવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    અરજી પાછી ખેંચવા રાજકીય વગ ધરાવનારે વેપારીને મારી નાખવાની ધમકી:ભાણાના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવા બાબતે વિવાદ, સતલાસણામાં પાર્લર ચલાવતા આઘેડની ફરિયાદ
    Next Article
    સરકારી કર્મચારી BJPનો પ્રચાર કરતા હોવાનો આરોપ:કામદાર યુનિયન દ્વારા નિયમોનો ભંગ કરાતો હોવાના ફોટા સાથે મ્યુ. કમિશનરને લેખિત રજૂઆત, સસ્પેન્ડ કરવાની કરાઈ માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment