Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં વહીવટદાર રાજનો પ્રારંભ:આરતી કંવરે મનપાનો ચાર્જ સંભાળ્યો, કલેક્ટર ઠક્કર જિલ્લા પંચાયતના વહીવટદાર

    2 days ago

    જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની મુદત પૂર્ણ થતાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારે જામનગર મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે આરતી કંવરની નિમણૂક કરી છે, જેમણે આજે જામનગર આવીને વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો હતો. કાર્યભાર સંભાળ્યા બાદ વહીવટદાર આરતી કંવરે મહાનગરપાલિકા કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અને અન્ય ઉચ્ચ વહીવટી અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં શહેરના પડતર પ્રશ્નો, વિકાસલક્ષી કાર્યો અને આગામી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બીજી તરફ, જામનગર જિલ્લા પંચાયતની મુદત પણ પૂર્ણ થતાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કલેક્ટર કેતન ઠક્કર હવે જિલ્લા પંચાયતના વહીવટી વડા તરીકેની જવાબદારી સંભાળશે. આજે જામનગર મહાનગરપાલિકાના વહીવટદાર આરતી કંવર અને જિલ્લા પંચાયતના વહીવટદાર કેતન ઠક્કરે મહાનગરપાલિકાના કમિશનર અને વહીવટી તંત્રના અન્ય અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ શહેર અને જિલ્લાના વહીવટી કાર્યોમાં સંકલન સાધવાનો અને પ્રજાલક્ષી કામો અટક્યા વગર વેગવંતા બને તે સુનિશ્ચિત કરવાનો હતો. ચૂંટાયેલી પાંખની ગેરહાજરીમાં હવે જામનગરના વિકાસની ધુરા આ અનુભવી અધિકારીઓના હાથમાં સોંપાઈ છે. આનાથી વહીવટી તંત્રમાં નવી ગતિશીલતા આવવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    યુવતીએ FB પર સંપર્ક કરીને 70 વર્ષના વકીલને ફસાવ્યા:લગ્ન કરીને ઇટાલીમાં સેટલ થવાની લાલચ આપીને 58 લાખની છેતરપિંડી કરી
    Next Article
    મ્યુ. કોર્પોરેશનનું 1005.96 કરોડનું બજેટ રજૂ:રસ્તાઓને ધૂળમુક્ત બનાવવા માટે ખાસ 15 કરોડની ફાળવણી કરવામાં આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment