Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મ્યુ. કોર્પોરેશનનું 1005.96 કરોડનું બજેટ રજૂ:રસ્તાઓને ધૂળમુક્ત બનાવવા માટે ખાસ 15 કરોડની ફાળવણી કરવામાં આવી

    10 hours ago

    મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યા બાદ આજે શહેરનું બીજુ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાવાની શક્યતાઓને જોતા આજની આ બજેટ સભા અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર અને વહીવટદાર તરીકે કાર્યરત જિલ્લા કલેક્ટરની વિશેષ ઉપસ્થિતિમાં આ બજેટ સત્તાવાર રીતે રજૂ કરાયું હતું. શહેરના સર્વાંગી વિકાસનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો આ વર્ષના બજેટમાં ગત વર્ષની સરખામણીએ 7.23 ટકાનો વધારો જોવા મળ્યો છે. તંત્ર દ્વારા કુલ રૂ. 1005.96 કરોડનું અંદાજપત્ર રજૂ કરી શહેરના સર્વાંગી વિકાસનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ બજેટમાં ખાસ કરીને શહેરની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે રસ્તા, પીવાનું શુદ્ધ પાણી અને ગટર જેવી માળખાકીય સુવિધાઓને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રસ્તાઓને ધૂળમુક્ત બનાવવા માટે ખાસ 15 કરોડની ફાળવણી શહેરની સુખાકારી અને સ્વચ્છતા જાળવવાના આશયથી બજેટમાં કેટલીક મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. જેમાં મહેસાણાના રસ્તાઓને ધૂળમુક્ત બનાવવા માટે ખાસ રૂ. 15 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આ બજેટથી આગામી સમયમાં શહેરીજનોને વધુ સારી સગવડો પ્રાપ્ત થશે અને વિકાસની ગતિને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કરોડો રૂપિયાની જોગવાઈ સાથે અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ હવે શહેરને વૈશ્વિક સ્તરની સુવિધાઓથી સજ્જ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. શહેરના માળખાગત વિકાસ, સુંદરતા અને નાગરિકોની સુવિધા માટે કરોડો રૂપિયાની જોગવાઈ સાથે અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. 12 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઇન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર તૈયાર કરાશે શહેરમાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે રૂ.12 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઇન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર તૈયાર કરવામાં આવશે. જેમાં જીઆઈએસ મેપિંગ અને સીસીટીવી સર્વેલન્સ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે. આ ઉપરાંત, પ્રદૂષણ પર નજર રાખવા માટે રૂ. 3 કરોડના ખર્ચે AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) ટાવર પણ ઉભો કરાશે. 26 કરોડના ખર્ચે રેલ્વે ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવાનું આયોજન ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે રૂ. 26 કરોડના ખર્ચે રેલ્વે ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવાનું આયોજન છે. સાથે જ ફૂટ ઓવરબ્રિજ અને બોક્સ કલવર્ટ માટે રૂ.25 કરોડ ફાળવાયા છે. શહેરના રસ્તાઓને ધૂળમુક્ત કરવા માટે રૂ.15 કરોડ અને નવા રોડ રસ્તાઓ માટે રૂ.45 કરોડનો ખર્ચ કરવામાં આવશે.સ્માર્ટ પાર્કિંગ અને પે-એન્ડ-પાર્ક માટે પણ રૂ.2 કરોડની ખાસ જોગવાઈ કરાઈ છે. 16 કરોડના ખર્ચે બગીચા, અર્બન ફોરેસ્ટ અને સિનિયર સિટીઝન પાર્ક બનાવાશે શહેરને હરિયાળું બનાવવા માટે રૂ.20 કરોડના ખર્ચે નવા તળાવોનો વિકાસ અને રૂ.16 કરોડના ખર્ચે બગીચા, અર્બન ફોરેસ્ટ અને સિનિયર સિટીઝન પાર્ક બનાવવામાં આવશે. ગ્રીન રિંગ રોડના ડેવલપમેન્ટ માટે પણ રૂ. 8 કરોડ ખર્ચવામાં આવશે. શહેરની દીવાલો પર થીમેટિક પેઇન્ટિંગ અને ઓવરબ્રિજ નીચે ખાલી પડેલી જગ્યાઓનું બ્યુટીફિકેશન કરવાની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે. 6 કરોડના ખર્ચે નમો ડિજિટલ લાઈબ્રેરી અને રીડિંગ ઝોન તૈયાર કરાશે વાંચન પ્રેમીઓ માટે રૂ.6 કરોડના ખર્ચે નમો ડિજિટલ લાઈબ્રેરી અને રીડિંગ ઝોન તૈયાર થશે. બાળકો માટે મોડલ આંગણવાડીઓ અને રમતવીરો માટે રૂ.12 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. રખડતા શ્વાનોની સમસ્યાના ઉકેલ માટે રૂ. 11.5 કરોડના ખર્ચે એનીમલ બર્થ કંટ્રોલ સેન્ટર અને ડોગ શેલ્ટર બનાવવાનું આયોજન છે. ગંદા પાણીના નિકાલ માટે 47 કરોડ ખર્ચાશે શહેરમાં પીવાના પાણીની સુવિધા સુદ્રઢ કરવા નર્મદાનું વધારાનું પાણી લાવવા અને નવા WTP માટે રૂ.20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગંદા પાણીના નિકાલ માટે આધુનિક STP અને રી-યુઝ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ.47 કરોડ ખર્ચાશે. મહેસાણા એક સુવિધાસભર અને સ્માર્ટ સિટી તરીકે ઉભરી આવશે રાજમહેલ અને અન્ય હેરિટેજ ઇમારતોની મરામત માટે રૂ.1 કરોડ ફાળવી ઐતિહાસિક વારસાને સાચવવાનો પ્રયાસ કરાયો છે. બીજી તરફ, ઇવી ચાર્જિંગ સ્ટેશન અને આઇકોનિક સ્ટ્રીટ લાઈટ જેવા પ્રોજેક્ટ્સ મહેસાણાને એક આધુનિક મહાનગરની ઓળખ અપાવશે. કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા આ કામોમાં ઘણા પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ચૂક્યા છે. જ્યારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આઇકોનિક રોડ અને સ્માર્ટ લાયબ્રેરી જેવા કામો હાલ પ્રગતિમાં છે. આગામી સમયમાં મહેસાણા એક સુવિધાસભર અને સ્માર્ટ સિટી તરીકે ઉભરી આવશે
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં વહીવટદાર રાજનો પ્રારંભ:આરતી કંવરે મનપાનો ચાર્જ સંભાળ્યો, કલેક્ટર ઠક્કર જિલ્લા પંચાયતના વહીવટદાર
    Next Article
    Kheda Dakor Temple News: અંબાજી મંદિરની જેમ હવે ડાકોરમાં ચડાવી શકાશે ધજા | Dhaja | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment