Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવતીએ FB પર સંપર્ક કરીને 70 વર્ષના વકીલને ફસાવ્યા:લગ્ન કરીને ઇટાલીમાં સેટલ થવાની લાલચ આપીને 58 લાખની છેતરપિંડી કરી

    2 days ago

    સાયબર ક્રાઈમના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને ગઠિયાઓ હવે નવી નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી લોકોને નિશાન બનાવી રહ્યા છે. અમદાવાદના શીલજ વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વકીલને ફેસબુક પર સંપર્ક કરી એક અજાણી યુવતીએ લગ્ન કરવાની લાલચ આપીને ક્રિપ્ટોકરન્સી (USDT)માં રોકાણ કરાવી કુલ 57.90 લાખની છેતરપિંડી કરી છે. યુવતીએ વકીલ સાથે લગ્ન કરી ઈટલીમાં સેટલ થવાની વાત કરી હતી. જે વાતમાં વૃદ્ધ વકીલ આવી ગયા હતા અને લાખો રૂપિયા ગુમાવ્યા હતાં. સાઇબર ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદમાંથી વધુ તપાસ શરૂ કરી છે ફેસબુક પર યુવતી સાથે સંપર્ક થયો'તો આ અંગેની વિગત એવી છે કે, નવેમ્બર 2025માં શીલજમાં રહેતા વકીલનો ફેસબુક પર “લક્ષ્મીદેવી રેડી” નામની યુવતી સાથે સંપર્ક થયો હતો. યુવતીએ પોતે IIM અમદાવાદમાંથી અભ્યાસ કરેલો હોવાનું અને હાલ હૈદરાબાદમાં રહેતી હોવાનું જણાવી વાતોમાં વકીલનો વિશ્વાસ કેળવી લીધો હતો. લગ્ન કરીને ઇટાલીમાં સ્થાયી થવાની વાત કરી બાદમાં બંને વચ્ચે મોબાઇલ નંબરની આપલે થઈ અને રોજિંદા વોટ્સએપ મેસેજ તથા વીડિયો કોલ દ્વારા વાતચીત શરૂ થઈ હતી. જેથી વકીલને યુવતી પર ગાઢ વિશ્વાસ આવી ગયો હતો. યુવતીએ પોતાની લેવિસ લાઇફ સ્ટાઇલ અને ધનિક પરિવાર વિશે વાતો કરી હતી. વકીલને લગ્ન કરીને ઇટાલીમાં સ્થાયી થવાની વાત કરવાથી તેઓ વધુ પ્રભાવિત થયા હતા. લિંકથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને રોકાણ કર્યું હતું આ દરમિયાન યુવતીએ વકીલને કહ્યું હતું કે તેના કાકા યુએસની એક મોટી કંપનીમાંથી નિવૃત્ત થયા છે અને તેમની કંપનીમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતી 70 નિષ્ણાતોની ટીમ કામ કરે છે, જેથી તેમાં રોકાણ કરવાથી મોટો નફો મળી શકે છે. યુવતીના કહેવા મુજબ વકીલે મોકલેલી લિંક ખોલીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેમાં પોતાની તમામ વિગતો ભરી હતી. ત્યારબાદ યુવતીના કહ્યા મુજબ વકીલ રોકાણ કરવા લાગ્યા હતા. શરૂઆતમાં 50 હજારનું રોકાણ કર્યું હતું જેમાં તેમને 5 હજારનો નફો બતાવવામાં આવ્યો હતો. અંદાજે 60 લાખનું રોકાણ કર્યું હતું શરૂઆતના થોડા દિવસોમાં સતત નફો દેખાડીને વકીલનો વિશ્વાસ મજબૂત કરવામાં આવ્યો હતો અને વકીલે કુલ 2.10 લાખ રૂપિયા ઉપાડી પણ લીધા હતા. આથી તેમને ખાતરી થઈ ગઈ કે રોકાણ સલામત છે. ત્યારબાદ 8 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી દરમિયાન વકીલે કુલ 16 ટ્રાન્ઝેક્શન દ્વારા અંદાજે 60 લાખનું રોકાણ કર્યું હતું. વકીલે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી પરંતુ જ્યારે તેમણે બાકી રહેલા રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને “ટેક્સ ભરવો પડશે” તેવી શરત મૂકી વધુ રકમ માંગવામાં આવી હતી. આથી વકીલને શંકા જતા તેમણે તપાસ કરતાં સમજાયું કે તેઓ સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. આખરે વકીલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બીજો બનાવ કંપનીની ફ્રેન્ચાઇઝીના નામે 25 લાખની છેતરપિંડી શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા કેવલભાઈ પટેલ સાથે બ્લીન્કીટ નામની ઈ કોમર્સ કંપનીની ફ્રેન્ચાઇઝી લેવાના નામે 25 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી થયો હોવાની ફરિયાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે. ઓગસ્ટ 2025 ના સમયગાળા દરમિયાન ફ્રેન્ચાઇઝ લેવાની હોવાથી તેમને google પર સર્ચ કર્યું હતું અને તેમાં આપવામાં આવેલા ઇમેલ આઇડી સબમિટ કર્યું હતું. જે બાદ એક અજાણ્યા ઇમેલ આઇડી પરથી મેલ આવ્યો હતો અને બાદમાં મેસેજ આવ્યો હતો. બ્લીન્કેટનો લેટર મોકલવામાં આવ્યો હતો Whatsapp ઉપર કેવલભાઈના તમામ ડોક્યુમેન્ટ અને જ્યાં ઓફિસ ખોલવાની હતી તેની વિગતો વગેરે તેમણે આપી દીધું હતું તમામ બાબતો સબમિટ કરાવ્યા બાદ તેમને રજીસ્ટ્રેશન ફી ભરવા માટે કહ્યું હતું જેના માટે બેન્ક એકાઉન્ટ આપવામાં આવ્યું હતું? જોકે બેન્ક એકાઉન્ટ માટે પર્સનલ હોવાથી બ્લીન્કેટના લેટર મોકલવામાં આવ્યો હતો. 25.83 લાખ રૂપિયા ભરી દીધા હતા જેના કારણે કેવલ ભાઈ ને વિશ્વાસ થઈ ગયો હતો ત્યારબાદ તેમણે એનઓસી, રજીસ્ટ્રેશન, સિક્યુરિટી ડિપોઝિટ, ફ્રેન્ચાઇઝી લાયસન્સ ફી ,એગ્રીમેન્ટ ફી વગેરેના નામે કુલ 25.83 લાખ રૂપિયા ભરી દીધા હતા. ફ્રેન્ચાઇઝી ન આપી ફોન બંધ કરી દીધો ત્યારબાદ તેમને કહેવામાં આવ્યું હતું કે, તમારી ઓફિસ પર આવીને વેરિફિકેશન કરશે ત્યારબાદ ફ્રેન્ચાઇઝી આપશે પરંતુ બાદમાં કોઈપણ પ્રકારની ફ્રેન્ચાઇઝી ન આપી ફોન બંધ કરી દીધો હતો. જેથી પોતે છેતરાયા હોવાની જાણ થતા સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી પૂર્વે કડવા પાટીદારોનું શક્તિ પ્રદર્શન:માઁ ઉમિયાની શોભાયાત્રામાં ટુ-વ્હીલર, કાર, બગી, જીપ્સી, ઘોડાગાડી સાથે 2000 લોકો જોડાયા
    Next Article
    જામનગરમાં વહીવટદાર રાજનો પ્રારંભ:આરતી કંવરે મનપાનો ચાર્જ સંભાળ્યો, કલેક્ટર ઠક્કર જિલ્લા પંચાયતના વહીવટદાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment