Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં ગણેશ વિસર્જન શરૂ:2000થી વધુ પ્રતિમાઓનું કૃત્રિમ કુંડમાં વિસર્જન, એક જ કુંડ બનાવાતા ભીડની ચિંતા

    6 hours ago

    પોરબંદર શહેરમાં ગણેશોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે ગણેશ વિસર્જન ધાર્મિક માહોલમાં શરૂ થયું છે. અંદાજે ૨,૦૦૦થી વધુ નાની-મોટી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થવાનો અંદાજ છે. પર્યાવરણની જાળવણી માટે વહીવટી તંત્રએ ખાસ કૃત્રિમ કુંડ બનાવ્યો છે. સવારથી જ ભાવિકોનો વિશાળ મેળાવડો અહીં ઉમટી પડ્યો છે. વિસર્જન સ્થળે સુરક્ષા અને વ્યવસ્થા માટે ફાયર બ્રિગેડની ટીમો તૈનાત છે. શ્રદ્ધાળુઓ પોતાના ઘર અને પંડાલોમાંથી ગણપતિ બાપાની પ્રતિમાઓ વાજતે-ગાજતે લાવી રહ્યા છે. તેઓ કિનારેથી ફાયર જવાનોને મૂર્તિઓ સોંપી રહ્યા છે. ફાયર વિભાગના જવાનો રાફ્ટ (તરાપા) અને કુંડની અંદર ઊભા રહીને મૂર્તિઓનું વિસર્જન કરી રહ્યા છે. દર વર્ષે પોરબંદર શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં 4થી વધુ જગ્યાઓએ કૃત્રિમ કુંડ બનાવવામાં આવતા હતા. આનાથી ભીડ નિયંત્રણમાં રહેતી હતી. જોકે, આ વર્ષે સમગ્ર શહેર માટે માત્ર એક જ જગ્યાએ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યો છે. બપોર સુધીમાં આશરે 200 જેટલી પ્રતિમાઓનું વિસર્જન પૂરું થયું છે, જ્યારે હજુ 1800થી વધુ મૂર્તિઓ વિસર્જન માટે આવવાની બાકી છે. એક જ કુંડમાં આટલી મોટી સંખ્યામાં મૂર્તિઓનું વિસર્જન કેવી રીતે થશે અને જગ્યા પૂરતી રહેશે કે કેમ, તે અંગે લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    માલવણ MRL કંપનીમાં શ્રમિકોનો વિરોધ:15 દિવસમાં પ્રશ્નો ઉકેલવાની લેખિત ખાતરી મળતાં શ્રમિકોએ હડતાળ મોકૂફ રાખી, પૂર્વ MLA નૌશાદ સોલંકીએ મધ્યસ્થતા કરી
    Next Article
    નંદેસરીમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો:એક્સપ્રેસ-વે પરથી ₹12.85 લાખનો વિદેશી દારૂ-બિયર ભરેલું વાહન ઝડપાયું, જામનગરનો શખ્સ પકડાયો અને 3 વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment