Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતે યુદ્ધ વચ્ચે ઈરાનને મેડિકલ સહાય મોકલી:ઈરાની દૂતાવાસે આભાર માન્યો, ઈઝરાયલનો દાવો- એરસ્ટ્રાઈકમાં ઈરાની ઈન્ટેલિજન્સ મિનિસ્ટરનું મોત

    6 days ago

    ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન યુદ્ધની વચ્ચે ભારતે ઈરાનને મેડિકલ સહાયનો પ્રથમ જથ્થો મોકલ્યો છે. ન્યૂઝ એજન્સી ANI ના જણાવ્યા અનુસાર, આ જથ્થો ઈરાનની રેડ ક્રિસેન્ટ સોસાયટીને સોંપવામાં આવ્યો છે, જેમાં જરૂરી દવાઓ અને મેડિકલ સપ્લાય સામેલ છે. ભારતમાં ઈરાનના દૂતાવાસે આ સહાય માટે ભારતીય લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. દૂતાવાસે જણાવ્યું કે આ મદદ સફળતાપૂર્વક પહોંચાડી દેવામાં આવી છે અને તેને ભારતના લોકો તરફથી મળેલો સહયોગ ગણાવ્યો છે. દૂતાવાસે મેડિકલ સપ્લાય સોંપવાનો વીડિયો પણ શેર કર્યો છે. બીજી તરફ ઇઝરાયલે દાવો કર્યો છે કે તેણે ઈરાનના ઈન્ટેલિજન્સ મંત્રી ઇસ્માઇલ ખાતિબને એરસ્ટ્રાઈકમાં મારી નાખ્યા છે. જોકે આ દાવાની ઈરાન તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ પહેલા ઈઝરાયલે મંગળવારે ઈરાનના સુરક્ષા અધિકારી અલી લારીજાની અને બસીજ કમાન્ડર ગુલામરેજા સુલ્તાનીને નિશાન બનાવ્યા હતા, જેમાં બંને અધિકારીઓના મોત થયા હતા. ભારતીય ઓઈલ ટેન્કર 'જગ લાડકી' ગુજરાતના મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ્સ પર પહોંચી ગયું છે. આ જહાજ UAE ના ફુજૈરાહ બંદરથી હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરીને આવ્યું છે. તેમાં 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ છે. અમેરિકાએ ઈરાની સૈન્ય ઠેકાણા પર 2200 કિલોનો બોમ્બ ફેંક્યો ઈરાને ઈઝરાયલની રાજધાની તેલ અવીવ સહિત 100થી વધુ જગ્યાઓ પર મંગળવારે રાત્રે મિસાઈલ હુમલો કર્યો. ઈરાનનું કહેવું છે કે આ હુમલો લારીજાની, તેમના પુત્ર અને બસીજ ફોર્સના કમાન્ડર ગુલામરેઝા સુલેમાનીના મૃત્યુનો બદલો છે. આ દરમિયાન અમેરિકાએ પણ મોટી કાર્યવાહી કરી છે. અમેરિકી સેનાએ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાના પ્રયાસમાં સમુદ્ર કિનારે બનેલા ઈરાની મિસાઈલ ઠેકાણાઓ પર લગભગ 2200 કિલો વજનનો ખતરનાક બોમ્બ ફેંક્યો, જે જમીનની અંદર બનેલા ઠેકાણાઓને પણ તબાહ કરી દે છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને રાહત:1 એપ્રિલ સુધી જેલમાં નહીં જવું પડે, કોર્ટે કહ્યું- પૈસા ચૂકવવાની આ છેલ્લી તક
    Next Article
    અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં આગ, 30થી વધુ દુકાનો બળીને ખાખ:ફાયરની 20થી વધુ ગાડીએ આગ કાબૂમા લીધી, ધૂમાડાના ગોટેગોટા ને અફરાતફરીનો માહોલ સર્જાયો'તો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment