Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં આગ, 30થી વધુ દુકાનો બળીને ખાખ:ફાયરની 20થી વધુ ગાડીએ આગ કાબૂમા લીધી, ધૂમાડાના ગોટેગોટા ને અફરાતફરીનો માહોલ સર્જાયો'તો

    6 days ago

    અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં આવેલા સિંધી માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં 30થી વધારે જેટલી દુકાનોમાં આગ લાગી હતી. ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. ભીષણ આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રેવડી બજારમાં 50થી વધારે આસપાસમાં દુકાનો આવેલી છે સિંધી માર્કેટમાં સૌથી વધારે કપડાં સહિત અલગ અલગ ચીજવસ્તુઓની દુકાનો આવેલી છે. ફાયરબ્રિગેડની ટીમ ચારે બાજુથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી છે. જેમાં એક વેપારીના કહ્યા પ્રમાણે 1.5 કરોડનું નુકસાન થયાનું અનુમાન છે. ધુમાડાના ગોટેગોટાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. રેવડી બજારમાં 50થી વધારે આસપાસમાં દુકાનો આવેલી છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. દુકાનોમાં આવેલી આગ કાબુમાં આવી ગઈ અમદાવાદ શહેર ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ફાયર) વિપુલ ઠક્કર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતાં. બાજુના કોમ્પ્લેક્સમાં લોકો ઉપર ચઢીને આગ જોવા માટે ઉભા રહી ગયા હતાં. અંદાજે એક કલાક બાદ બહારના ભાગે આવેલી દુકાનોમાં આગ કાબુમાં આવી ગઈ હતી. પરંતુ અંદર કેટલીક દુકાનોમાં કપડું હોવાના કારણે થોડી થોડી આગ પકડાઈ રહી હતી, જેના માટે પાણીનો વધુ મારો ચલાવવામાં આવ્યો હતો. છાપરાની ઉપર ચઢી અને ફાયર બ્રિગેડના જવાનો જીવના જોખમે આગને કાબુમાં લેવા મહેનત કરી હતી. દોઢ કરોડનું વેપારીઓને નુકસાનનો અંદાજ સિંધી માર્કેટમાં કપડાની દુકાન ધરાવનાર વેપારી સંજયભાઈ ગોહિલે જણાવ્યું હતું કે, 12:30 વાગ્યાની આજુબાજુ આગ લાગવાની ઘટના બની હતી, સૌપ્રથમ એક જ ફાયર બ્રિગેડની ગાડી આવી હતી અને પ્લાસ્ટિકમાં આગ લાગી હતી. 30 મિનિટમાં ફાયર બ્રિગેડની ગાડીઓ આવી ગઈ હતી અને જેને પાણીનો મારો ચલાવી બુજાવવાની કામગીરી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભારતે યુદ્ધ વચ્ચે ઈરાનને મેડિકલ સહાય મોકલી:ઈરાની દૂતાવાસે આભાર માન્યો, ઈઝરાયલનો દાવો- એરસ્ટ્રાઈકમાં ઈરાની ઈન્ટેલિજન્સ મિનિસ્ટરનું મોત
    Next Article
    બાઇક સવાર ત્રણ લોકો ઊભેલી કાર સાથે ધડાકાભેર અથડાયા:એકનું મોત અન્ય બે ઇજાગ્રસ્ત, માંજલપુર વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment