Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર જંગલમાં મચ્છુન્દ્રી નદીએ વનરાણીઓની લટાર:ઉનાના ઝૂડવડલી ગામ પાસે નદીના વહેણ કૂદીને સિંહણ બચ્ચા સાથે પસાર, સિંહપ્રેમીઓએ દૃશ્યો મોબાઈલમાં કંડાર્યા

    1 week ago

    ગીરની બોર્ડર પર આવેલા ઉના પંથકમાં વનરાજોનો વસવાટ હવે ગ્રામ્ય વિસ્તારો સુધી વિસ્તર્યો છે. ગત રાત્રિએ ઉનાના ઝૂડવડલી ગામ પાસેથી પસાર થતી મછુન્દ્રી નદીમાં એકસાથે 4 થી વધુ સિંહોનો પરિવાર જોવા મળ્યો હતો. નદીના વહેતા પાણીને એકપછી એક કૂદીને પસાર કરતા સિંહ પરિવારના આ અદભૂત દ્રશ્યો સ્થાનિક સિંહ પ્રેમીઓએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. માનવ વસાહત તરફ વધતું પ્રયાણ ઉના અને ગીરગઢડા પંથક સિંહોના કાયમી નિવાસસ્થાન તરીકે જાણીતા છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી જંગલ વિસ્તારમાં પૂરતો શિકાર ન મળતો હોવાના કારણે સિંહ પરિવારો હવે ગ્રામ્ય વિસ્તારો અને માનવ વસાહત તરફ વળ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. ઝૂડવડલી સહિતના આસપાસના ગામોમાં સિંહોની અવરજવર હવે સ્થાનિકો માટે સામાન્ય બની ગઈ છે. નદીમાં સિંહબાળ અને સિંહણની મસ્તી રાત્રિના સમયે જ્યારે સિંહણ તેના બચ્ચાંઓ સાથે મછુન્દ્રી નદીના પટમાં ઉતરી ત્યારે આ નજારો જોવા જેવો હતો. સિંહો પાણીના વહેણને કૂદીને સામે કાંઠે પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારના લોકો વનરાજોની આ શાહી લટાર જોવા ઉમટી પડ્યા હતા. સિંહ પરિવારના આ વિચરણથી વન્યજીવ પ્રેમીઓમાં ભારે કુતૂહલ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. મછુન્દ્રી નદી અને ડેમ મછુન્દ્રી નદી ગીર સોમનાથ જિલ્લાની એક મહત્વની જળ નદી છે. આ નદી પૂર્વ ગીરના જંગલમાં રાજમલ તળેટી (જેનગર) અથવા હડાળા પાસેના ભગતના કુવેથી ઉદ્ભવે છેઆશરે 60 કિલોમીટર લંબાઈ છે. ઉના તાલુકાના નવાબંદર પાસે અરબી સમુદ્રમાં વિલીન થાય છે. કોદિયા ગામ પાસે મછુન્દ્રી ડેમ આવેલો છે, જેનાથી ઉના પંથકના અનેક ગામોને સિંચાઈનો લાભ મળે છે. આ ઉપરાંત દ્રોણેશ્વર પાસે પણ વર્ષો જૂનો બંધ આવેલો છે. નદીના કાંઠે પ્રખ્યાત દ્રોણેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે.
    Click here to Read More
    Previous Article
    ચકલીને બચાવવા રોજ ઉજવો 'સ્પેરો-ડે':વડોદરાની સ્ટાર ઇન્ડિયા સ્પેરો સંસ્થા દ્વારા 26 વર્ષથી પક્ષી સંરક્ષણનું સક્રિય અભિયાન
    Next Article
    રાજકોટમાંથી પ્રથમ વખત ઝડપાયો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો:સામાન્ય ગાંજા કરતા અતિ તીવ્ર અને MD ડ્રગ્સ જેટલુ નશાનું પ્રમાણ હાઈબ્રીડ ગાંજામાં હોય છે જેની એક કિલોગ્રામની કિંમત રૂ.35 લાખ છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment