Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાંથી મહિલા હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે ઝડપાઇ:સામાન્ય ગાંજા કરતા અતિ તીવ્ર અને MD ડ્રગ્સ જેટલુ નશાનું પ્રમાણ હાઈબ્રીડ ગાંજામાં હોય છે જેની એક કિલોગ્રામની કિંમત રૂ.35 લાખ

    13 hours ago

    રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેરના યોગીનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી પૂજા ભટ્ટ નામની આરોપીને ઝડપી પાડી તેની પાસેથી કુલ રૂપિયા 23.80 લાખની કિંમતનો 680 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કબજે કરી કુલ 23.91 લાખનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે આ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ભારતમાં ખૂબ ઓછો મળતો હોય છે અને તે ખૂબ કિંમતી હોય છે ત્યારે હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી એ જથ્થો ક્યાંથી લાવી કેટલી કિંમતમાં કોને વેચાણ કરવામાં આવતો હતો સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેર SOG ટિમ દ્વારા શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ યોગીનગર વિસ્તારમાં પૂજા ભટ્ટ નામની મહિલાના રહેણાંક મકાનમાં દરોડો પાડી તલાસી લેતા તેની પાસેથી મોટા પ્રમાણમાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી પૂજા ભટ્ટ પાસેથી રૂપિયા 23.80 લાખની કિંમતનો 680 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કબજે કરી કુલ 23.91 લાખનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપી પૂજા ભટ્ટ સાથે અન્ય એક આરોપી ગૌતમ દવેનું નામ ખુલતા પોલીસે આરોપી ગૌતમ દવેની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા ગઈકાલે રાત્રીના આરોપીની અટકાયત કરી ધરપકડ કર્યા બાદ આજ રોજ તેને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આરોપી આ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવી કેટલા રૂપિયામાં કોને કોને વેચાણ કરવામાં આવતો હતો સહિતની દિશામાં તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય ગાંજો અને હાઈબ્રીડ ગાંજા વચ્ચે નશાની માત્રામાં ખુબ મોટો તફાવત રહેલો હોય છે. સામાન્ય ગાંજાનો નશો કરતા હાઈબ્રીડ ગાંજાનો નશો અતિ તીવ્ર હોય છે જેનું થોડી માત્રામાં સેવન કરવાથી નશેડીઓને MD ડ્રગ્સના નશા જેવી અસર કરતું હોય છે. સરકારી ધોરણ મુજબ સામાન્ય ગાંજાની એક કિલોગ્રામની કિંમત રૂપિયા 50,000 છે જયારે હાઈબ્રીડ ગાંજાની એક કિલોગ્રામની કિંમત રૂપિયા 35 લાખ છે. ત્યારે પોલીસ તપાસમાં હાઈબ્રીડ ગાંજાને લઇ શું નવા ખુલાસા થશે તે જોવું મહત્વનું રહેશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના નિકોલમાં શરદપૂર્ણિમા નવરાત્રિ મહોત્સવ:શરદપૂર્ણિમા નવરાત્રી મહોત્સવ 2026માં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા
    Next Article
    Nitish Reddy And Naman Dhir's Rise Leaves Shivam Dube On The Brink, Says Ex-India Star

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment