Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર ધડાકાભેર પાર્ક કરેલા વાહનો સાથે અથડાઈ:વડોદરાના ઈલોરાપાર્ક ત્રણ રસ્તા પાસે કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો, કાર અને બાઈકને ટક્કર મારી, કારચાલક સહિત બે ઇજાગ્રસ્ત

    1 week ago

    વડોદરા શહેરના ઈલોરાપાર્ક ત્રણ રસ્તા પાસે આજે અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક કારના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા રોડની સાઈડમાં પાર્ક કરેલી અન્ય એક કાર અને બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ઘટનાને પગલે પોલીસ પણ દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્ત કાર ચાલકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કાર ચાલક સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી બેસતા કાર ધડાકાભેર પાર્ક કરેલા વાહનો સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ચાલકને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે ઈલોરાપાર્ક ત્રણ રસ્તા જેવા ધમધમતા માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે. પ્રત્યક્ષદર્શી સંદીપભાઈએ જણાવ્યું હતું કે, હું અહીં ટ્રાફિક સિગ્નલ પાસે ઊભો હતો અને સિગ્નલ બંધ હતું. તે સમયે અચાનક પાછળથી એક ગાડી આવી અને મને ટક્કર મારી હતી, જેના કારણે હું નીચે પડી ગયો. એ કાર મને ઘસીને આગળ વધી ગઈ અને પછી વળાંક લઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બીજી એક સ્વિફ્ટ ગાડીને પણ નુકસાન થયું છે. ગાડી ચલાવનાર કોઈ વૃદ્ધ કાકા હતા. ​ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કાર ચાલક કાકાને વાગ્યું છે. મને પણ અત્યારે પગમાં થોડો દુખાવો થઈ રહ્યો છે. એ કાકા ગાડીમાં એકલા જ હતા અને તેમની ઉંમર પણ ઘણી વધારે હતી. એવું જાણવા મળ્યું છે કે તેઓ હોસ્પિટલ જઈ રહ્યા હતા અથવા તો ડાયાલિસિસ કરાવીને પરત ફરી રહ્યા હતા. કદાચ ઉંમરના કારણે અથવા ગભરામણમાં બ્રેકની જગ્યાએ એક્સિલરેટર દબાઈ ગયું હોય તેવું બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત એસ.ટી.ના કાફલામાં 182 નવી બસો:દરેક વિધાનસભાને મળશે એક બસ, મુખ્યમંત્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ
    Next Article
    ચકલીને બચાવવા રોજ ઉજવો 'સ્પેરો-ડે':વડોદરાની સ્ટાર ઇન્ડિયા સ્પેરો સંસ્થા દ્વારા 26 વર્ષથી પક્ષી સંરક્ષણનું સક્રિય અભિયાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment