Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વ પ્રસિદ્ધ માધવપુર ઘેડના મેળાની તૈયારીઓ શરૂ:સાંસ્કૃતિક કાર્યક્રમો માટે 'એરેના ટાઇપ સ્ટેડિયમ', લાખો શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓમાં વધારો, મનોરંજન માટે આનંદનગરી

    2 days ago

    પોરબંદર: ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુકમણીજીના લગ્ન પ્રસંગની યાદમાં યોજાતો વિશ્વ પ્રસિદ્ધ માધવપુર ઘેડનો મેળો આગામી ૨૭ થી ૩૧ માર્ચ દરમિયાન યોજાશે. આ વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓમાં વધારો કરાયો છે અને 'એરેના ટાઇપ સ્ટેડિયમ' મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા પ્રવાસન વિભાગના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટર એસ.ડી. ધાનાણીએ પત્રકાર પરિષદ યોજી મેળાની વિગતવાર રૂપરેખા આપી હતી. ગત વર્ષોના અનુભવોને ધ્યાને રાખીને આ વખતે મેળાના લે-આઉટમાં મહત્વના ફેરફાર કરાયા છે, જેથી મુલાકાતીઓને ભીડભાડનો સામનો ન કરવો પડે. મેળાના મુખ્ય આકર્ષણોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ખાસ 'એરેના ટાઇપ સ્ટેડિયમ' તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમ કોમ્પેક્ટ હોવાથી પ્રેક્ષકો કલાકારોની પ્રસ્તુતિને નજીકથી અને આરામદાયક રીતે નિહાળી શકશે. મનોરંજન માટે વિવિધ રાઈડ્સ સાથેની 'આનંદ નગરી' પણ ઉભી કરવામાં આવશે. મુલાકાતીઓ માટે ૪૦ જેટલા ફૂડ સ્ટોલ અને ૩૦ ક્રાફ્ટ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે મેળાના મુખ્ય વિસ્તારમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જોકે, શ્રદ્ધાળુઓ માટેની બસોને પ્રવેશ આપવામાં આવશે. વાહનો માટે અલગથી વિશાળ પાર્કિંગ સુવિધા પણ ઉભી કરાઈ છે. કલેક્ટરે જણાવ્યું હતું કે, માધવપુરનો મેળો આપણી ભવ્ય સાંસ્કૃતિક વિરાસતનું પ્રતીક છે. આ મેળાને યાદગાર બનાવવા માટે વહીવટી તંત્ર રાત-દિવસ મહેનત કરી રહ્યું છે. તેમણે પોરબંદર સહિત આસપાસના જિલ્લાના તમામ નાગરિકોને સહપરિવાર મેળામાં પધારવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના કાલુપુર રેવડી બજારની 30થી વધુ દુકાનોમાં આગ:ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે, ધૂમાડાના ગોટેગોટા ને અફરાતફરીનો માહોલ
    Next Article
    ચાલુ વિધાનસભા સત્રમાં ગ્લૂ ટ્રેપ બિલ આવવાની શક્યતા નહીવત:હાઈકોર્ટમાં કાર્યવાહી હવે 27 માર્ચે, ગૃહ અને ઇન્ડસ્ટ્રી વિભાગ વચ્ચે ચર્ચાઓ ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment