Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની અછત:કારખાના બંધ થતા મશીનરીનું મેન્ટેનન્સ શરૂ કરાયું

    10 hours ago

    ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે. ગેસની અછતને લીધે 600થી વધુ કારખાના બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ સમયનો સદુપયોગ કરીને ઉદ્યોગકારોએ મશીનરીના મેન્ટેનન્સની કામગીરી શરૂ કરી દીધી છે. યુદ્ધના કારણે પ્રોપેન ગેસની ઉપલબ્ધતા બંધ થઈ ગઈ છે, જ્યારે નેચરલ ગેસ પણ પૂરતા પ્રમાણમાં મળી રહ્યો નથી. જે કારખાનાઓએ તેમના ગેસના ક્વોટાનો ઉપયોગ કરી લીધો છે, ત્યાં ગેસના વાલ્વ બંધ કરવામાં આવી રહ્યા છે. બાકીના કારખાનાઓમાં પણ ક્વોટા પૂરો થતાં વાલ્વ બંધ કરી દેવાશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ગઈકાલે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ઉદ્યોગકારોએ સર્વસંમતિથી એક મહિના માટે તેમના કારખાના બંધ રાખવાનો સામૂહિક નિર્ણય લીધો હતો. સામાન્ય રીતે, મોરબીના સિરામિક કારખાનાઓમાં 24 કલાક ટાઇલ્સ ઉત્પાદનનું કાર્ય ચાલુ રહે છે. ગેસના અભાવે કારખાના બંધ થતાં, ઉદ્યોગકારોએ આ સમયનો સદુપયોગ કરીને કિલન સહિતની મશીનરીના મેન્ટેનન્સની કામગીરી શરૂ કરી દીધી છે. સિરામિક ઉત્પાદનમાં ભઠ્ઠીનું સમયાંતરે મેન્ટેનન્સ કરવું અનિવાર્ય હોય છે.સિરામિક કારખાનાઓમાં ટાઇલ્સ બનાવવા માટે 24 કલાક 1200 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર ગેસ ભઠ્ઠી કાર્યરત રહે છે. ભઠ્ઠીને બંધ કરવા માટે તેનું તાપમાન ધીમે ધીમે ઘટાડવામાં આવે છે, જેમાં આશરે બે દિવસ લાગે છે. તેવી જ રીતે, ભઠ્ઠી ફરીથી ચાલુ કરીને 1200 ડિગ્રી તાપમાન સુધી પહોંચાડવામાં પણ બે દિવસનો સમય લાગે છે, કારણ કે આનાથી ઓછા તાપમાને ટાઇલ્સનું ઉત્પાદન શક્ય નથી.
    Click here to Read More
    Previous Article
    પતિનું અવસાન અને બીમાર દીકરી માટે નશાનો કારોબાર:આર્થિક ભીંસમાં સપડાતા બની નશાની સૌદાગર, ઓડિશાથી લાવી ઘરમાં રાખેલા 8 કિલો ગાંજા સાથે ઝડપાઈ
    Next Article
    પશ્ચિમ એશિયા યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસની અછત:વલસાડ સહિત રાજ્યભરના હોટલ ઉદ્યોગમાં સંકટ, વેકેશન સિઝન પર અસર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment