Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ એશિયા યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસની અછત:વલસાડ સહિત રાજ્યભરના હોટલ ઉદ્યોગમાં સંકટ, વેકેશન સિઝન પર અસર

    9 hours ago

    પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના તણાવની સીધી અસર હવે સ્થાનિક બજારો પર વર્તાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ભાવમાં થયેલા ઉછાળાને કારણે ભારતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વિતરણ પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ સ્થિતિને કારણે વલસાડ સહિત રાજ્યભરના હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. સામાન્ય રીતે એપ્રિલ-મે મહિનાની વેકેશન સિઝન દરમિયાન હોટલ ઉદ્યોગમાં ભારે ગતિવિધિ જોવા મળે છે. જોકે, આ વર્ષે પરિસ્થિતિ વિપરીત છે. ગેસની તીવ્ર અછતને કારણે અનેક હોટલો સમયસર સેવાઓ પૂરી પાડી શકતી નથી, જ્યારે કેટલીક હોટલોને તેમની શાખાઓ તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, ગેસ ન મળવાને કારણે રસોડાં અડધાં બંધ જેવી સ્થિતિમાં છે, જેની સીધી અસર ટર્નઓવર પર પડી રહી છે. વલસાડના એક ફાસ્ટફૂડ સેન્ટરના સંચાલકે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી ગેસ સપ્લાય ખોરવાતા મેનૂમાં 50% જેટલો ઘટાડો કરવો પડ્યો છે. ગ્રાહકોને તેમની માંગ મુજબની વાનગીઓ ન મળતા ગ્રાહકોની સંખ્યા પણ ઘટી રહી છે. હોટલ ઉદ્યોગ માત્ર ગેસ પર નિર્ભર નથી, પરંતુ શાકભાજી, કરિયાણું, ડેરી ઉત્પાદનો અને ટ્રાન્સપોર્ટ જેવા અનેક ક્ષેત્રો સાથે સંકળાયેલો છે. હોટલો બંધ થવાથી આ તમામ સંલગ્ન ક્ષેત્રોમાં માંગ ઘટી રહી છે, જેના પરિણામે સમગ્ર સ્થાનિક અર્થતંત્ર પર નકારાત્મક અસર જોવા મળી રહી છે. એક હોટલ સાથે સરેરાશ 15થી 20 પરિવારોની રોજીરોટી જોડાયેલી હોય છે. જો ગેસ સપ્લાય લાંબા સમય સુધી ખોરવાયેલો રહેશે, તો હજારો લોકોની રોજગારી જોખમમાં મુકાઈ શકે છે. વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે જો પરિસ્થિતિ ઝડપથી સુધરશે નહીં, તો બેરોજગારીનો મોટો પ્રશ્ન ઊભો થઈ શકે છે. સ્થાનિક વેપારીઓ અને હોટલ એસોસિએશન દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે કે કોમર્શિયલ ગેસ સપ્લાયમાં રાહત આપવામાં આવે અથવા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવે. વેપારીઓના મતે, વેકેશન સિઝન પહેલાં જ આવી પરિસ્થિતિ સર્જાવવી એ ઉદ્યોગ માટે મોટો આંચકો છે. વેપારી વર્તુળોમાં એવી પણ ભીતિ છે કે જો આંતરરાષ્ટ્રીય યુદ્ધ લાંબુ ચાલશે, તો ગેસ અને ઈંધણના ભાવમાં વધુ વધારો થશે, જેના કારણે મોંઘવારી સામાન્ય જનતાની કમર તોડી શકે છે. હાલ માટે વલસાડનો હોટલ ઉદ્યોગ ‘વેઈટ એન્ડ વોચ’ની સ્થિતિમાં છે, પરંતુ જો ગેસ સપ્લાય ટૂંક સમયમાં સ્થિર નહીં થાય, તો આ સંકટ વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની અછત:કારખાના બંધ થતા મશીનરીનું મેન્ટેનન્સ શરૂ કરાયું
    Next Article
    IPL's Rs 25.20 Crore Star Loses Cool When Asked About Poor Form, Interview Ends Midway

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment