Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં અશ્લીલ ગીત અપલોડ કરનાર સામે કાર્યવાહી:સોશિયલ મીડિયા પર અભદ્ર વીડિયો વાયરલ કરતા પોલીસે માફી મંગાવી

    2 days ago

    પોરબંદર શહેરમાં સોશિયલ મીડિયા પર અશ્લીલ અને અપશબ્દોથી ભરેલું ગીત અપલોડ કરનાર એક વ્યક્તિ સામે પોલીસે કાર્યવાહી કરી છે. આ ઘટના બાદ પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું હતું. આ વ્યક્તિએ પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં અભદ્ર ભાષાનો ઉપયોગ થયો હતો. આ વીડિયોને કારણે શહેરમાં સામાજિક ગરિમાને ઠેસ પહોંચી હોવાના આક્ષેપો થયા હતા. મામલો પોલીસના ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સંબંધિત વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં બોલાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસની સમજાવટ બાદ આરોપીએ પોરબંદરવાસીઓની માફી માંગી હતી અને વિવાદાસ્પદ વીડિયો તાત્કાલિક ડિલીટ કરી દીધો હતો. આ વ્યક્તિ વ્યવસાયે સિંગર હોવાનું જાણવા મળ્યું છે અને તે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારનું કન્ટેન્ટ પોસ્ટ કરતો રહે છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં પણ આવા જ એક અન્ય વ્યક્તિએ અપશબ્દો અને કાયદાની અવગણના દર્શાવતો વીડિયો વાયરલ કર્યો હતો, જેના પર પણ પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે સમાજમાં નકારાત્મક અસર પેદા કરતા અશ્લીલ, અપમાનજનક અને ઉશ્કેરણીજનક કન્ટેન્ટ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ, અફવાઓ, અશ્લીલ વીડિયો, ધાર્મિક કે જાતિવાદી ઉશ્કેરણીજનક પોસ્ટ્સ તેમજ કોઈની ખાનગી માહિતી જાહેર કરતી સામગ્રી શેર કરવાનું ટાળે. પોલીસે નાગરિકોને સકારાત્મક, જાગૃતિ લાવતું અને સમાજ માટે ઉપયોગી કન્ટેન્ટને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના કાલુપુર રેવડી બજારની 30થી વધુ દુકાનોમાં આગ:ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટનાસ્થળે, ધૂમાડાના ગોટેગોટા ને અફરાતફરીનો માહોલ
    Next Article
    મોરબીમાં યુવાન સાથે 1.19 કરોડની છેતરપિંડી:બંધ કંપનીમાં ભાગીદાર બનાવવાનું કહીને વિશ્વાસઘાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment