Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસામાં મોહસીન-એ-આઝમ મિશન દ્વારા આધાર કેમ્પ:ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના સહયોગથી 119 લોકોએ વિવિધ સેવાઓનો લાભ લીધો

    6 hours ago

    મોડાસામાં મોહસીન-એ-આઝમ મિશન અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા સાથે મળીને એક ખાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પનો હેતુ આધાર અને અન્ય સરકારી સેવાઓ લોકોને સરળતાથી મળી રહે તે હતો. આ કેમ્પમાં કુલ 119 લોકોએ અલગ અલગ સેવાઓનો લાભ લીધો હતો. જેમાં 101 બાળકોના નવા આધાર કાર્ડ બનાવવામાં આવ્યા હતા. જ્યારે 18 લોકોના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવામાં આવ્યા હતા. કેમ્પમાં ખાસ કરીને નાના બાળકો માટે નવા આધાર કાર્ડ બનાવવાની સુવિધા હતી. આ ઉપરાંત આધાર સાથે મોબાઈલ નંબર અપડેટ કરવાની સેવા પણ મળી રહી હતી. લોકોને આધાર સીડીંગ સહિતની સરકારી યોજનાઓ વિશે પણ માહિતી અપાઈ હતી. મોહસીન-એ-આઝમ મિશન જરૂરિયાતમંદ લોકોને સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળે તે માટે આવા લોકોપયોગી કાર્યક્રમો સતત કરી રહ્યું છે. કેમ્પને સફળ બનાવવામાં સહયોગ આપનાર ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના અધિકારીઓ અને તમામ લાભાર્થીઓનો આભાર માનવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    કતારગામમાં 3 માસની ગર્ભવતી પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત:'સાસુ કામ બાબતે કહેતા પતિ મારઝૂડ કરતો', મરાઠીમાં લખેલી સુસાઈડ નોટ મળી
    Next Article
    Bharat Ratna Scientist CNR Rao Gets SIR Notice Over Extra 'F' In 'Prof'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment