Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અલથાણથી ડ્રીમ સિટી વચ્ચે મેટ્રો ટ્રાયલ રન થશે, ડ્રોન વીડિયો:હાઈટેક ત્રણ કોચને ડ્રીમ સિટીના ડેપોમાં મૂકવામાં આવ્યા, ટ્રેક બિછાવવાનું કામ પણ પુર્ણતાના આરે

    2 days ago

    સુરતનો ડ્રીમ પ્રોજેક્ટ એવો મેટ્રો પ્રોજેક્ટ તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે. 12000 કરોડના ખર્ચે સાકાર થઇ રહેલ સુરતના ડ્રીમ પ્રોજેક્ટ એવી મેટ્રો રેલનું કામ હવે અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યું છે. મજુરા ગેટથી ડ્રીમ સિટી વચ્ચેનો મેટ્રોનો એલિવેટેડ રૂટ તૈયાર છે અને ટ્રેક બિછાવવાનું કામ પણ પુર્ણતાના આરે છે. મળતી વિગત અનુસાર, એવા આયોજનો કરવામાં આવી રહ્યા છે કે સુરત મનપાની ચૂંટણી પહેલા એટલે કે એપ્રિલના અંતમાં કે મે માસના પ્રથમ વીકમાં અલથાણથી ડ્રીમ સિટીનો મેટ્રોનો ટ્રાયલ રન પણ લેવામાં આવશે. આ ટ્રાયલ રન માટે મેટ્રો ટ્રેનનો એન્જિન સાથેનો ત્રણ કોચનો પહેલો સેટ એટલે કે ટ્રેન સુરત આવી પહોંચી છે. આ તમામ કોચને ખજોદની ડ્રીમ સિટીના મેટ્રોના ડેપો ખાતે મુકવામાં આવ્યા હતાં. મજુરાગેટ અને ડ્રીમસિટી સુધીનો મેટ્રોનો એલિવેટેડ રૂટ તૈયાર સુરત મેટ્રો રેલ પ્રોજેકટનું 2021માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે વર્ષ 2025 સુધીમાં સુરતમાં મેટ્રો દોડતી થશે તેવો વાયદો કરવામાં આવ્યો હતો પરંતુ મેટ્રો રેલ કોર્પોરેશન પ્રોજેક્ટને સમયસર આગળ વધારી શક્યું નહોતું. જોકે, હવે છેક કાદરશાની નહળવા નાળથી શરૂ કરીને મજુરાગેટ અને ત્યાંથી ડ્રીમસિટી સુધીનો મેટ્રોનો એલિવેટેડ રૂટ તૈયાર થઈ ગયો છે. હાલમાં કાદરશાની નાળ અને મજૂરાગેટના સ્ટેશનના કામો અધુરા છે. અલથાણથી ડ્રીમ સિટીનો મેટ્રોનો ટ્રાયલ રન એપ્રિલમાં થઈ શકે અલથાણ અને ડ્રીમ સિટીના સ્ટેશન મોટાભાગે તૈયાર થઈ ગયા છે. જેને પગલે હવે એપ્રિલ માસના અંતમાં કે મે માસના પ્રથમ સપ્તાહમાં અલથાણથી ડ્રીમ સિટીનો મેટ્રોનો ટ્રાયલ રન કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેને માટે આ એન્જિન સાથેના ત્રણ કોચ સુરત આવી પહોંચ્યા છે. જેને ડ્રીમ સિટીના મેટ્રોના ડેપોમાં મુકવામાં આવ્યા હતા. સુરત માટે 24 મેટ્રો ટ્રેન સેટ ફાળવાયા તાજેતરમાં રાજય સરકારે સુરત માટે 24 મેટ્રો ટ્રેન સેટ ફાળવવાની જાહેરાત કર્યા બાદ પહેલી મેટ્રો ટ્રેનના સેટ સાથે પશ્ચિમ બંગાળ સ્થિત મેટ્રો ટ્રેન બનાવનાર કંપનીના એન્જિનિયરો પણ આવી પહોંચ્યા છે. આ અધિકારીઓ તેમજ મેટ્રોના એન્જિનિયરોની ટીમ દ્વારા ટેકનિકલ તપાસ બાદ પહેલી મેટ્રો ટ્રેનનું એસેમ્બલિંગ કરવામાં આવશે. સડકમાર્ગે આવેલા ત્રણેય કોચને સાવધાનીપૂર્વક ઉતારીને જોડવામાં આવ્યા મેટ્રો રેલના સુત્રોના જણાવ્યા મુજબ, સુરત મેટ્રોના ફેઝ-1 એટલે કે સરથાણાથી ડ્રીમ સિટી માટે કુલ 72 કોચનો ઓર્ડર આપવામાં આવ્યો છે. ત્રણ કોચની એક ટ્રેન એમ કુલ 24 ટ્રેન રોટ બનશે. હવે પછી તબક્કાવાર આઠ માસમાં બાકીના ટ્રેન સેટ સુરત પહોંચી જવાની શક્યતા છે. સુરત મેટ્રો માટેના મેટ્રો રેલના કોચ વેસ્ટ બંગાળના હુગલી જિલ્લા સ્થિત ઉતરપારા પ્લાન્ટ સ્થિત 'ટીટાગઢ રેલ સિસ્ટમ્સ' નામની કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે. ત્યાંથી હેવી ટ્રેલર મારફતે સડકમાર્ગે આજે સુરત આવેલા ત્રણેય કોચને સાવધાનીપૂર્વક એક પછી એક ઉતારીને જોડવામાં આવ્યા છે. જો કે મેટ્રોના તંત્ર દ્વારા તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ ટ્રેન સેટને ઉચા બેરિકેડ વચ્ચે કવર ઢાંકીને રખાયા છે. ડ્રાઈવરલેસ ટ્રેન ઓપરેશન સિસ્ટમથી ચાલશે સુરત મેટ્રો ટ્રેનની વિશેષતાએ છે કે, દરેક ટ્રેન 3 કોચની બનેલી હશે. ટેકનોલોજી એવી છે કે આ ડ્રાઈવરલેસ ટ્રેન ઓપરેશન સિસ્ટમથી ચાલશે અને તેની ગતિ પ્રતિ કલાક 80 કિ.મી.ની હશે. તમામ ટ્રેનો સીસીટીવી કેમેરા, ફાયર ડિટેક્શન સિસ્ટમ અને રિયલ-ટાઇમ મોનિટરિંગ ટેકનોલોજીથી સજ્જ હશે. સુરત મેટ્રો રેલના કોચ ગુજરાત અને સુરતની સંસ્કૃતિ અને સુરતની ઓળખ સમાન ઉદ્યોગોને ધ્યાને રાખીને ઇન્ટિરિયર કરવામાં આવનાર છે. ડાયમંડ શેપ, ગરબા, ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ વગેરેની થીમ સાંકળી લેવાય તેવું આયોજન ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. મનપાની ચૂંટણી પહેલા મેટ્રોનો ટ્રાયલ રન સુરતમાં મેટ્રોનો ટ્રાયલ રન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અથવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવે તેવી સંભાવના છે. ભાજપ દ્વારા મેટ્રોનો ટ્રાયલ રન કરીને મનપાની ચૂંટણી પહેલા રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરવામાં આવશે તેવું મનાઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    'અમારી લાલો ફિલ્મ સાથે સ્પર્ધા નથી':વૈષ્ણવાચાર્ય પંકજકુમારજી ગુજરાતી ફિલ્મ આઈ લવ યુ કૃષ્ણામાં કામ કરશે, કહ્યું: 'અત્યારે આખું વિશ્વ જ્યારે યુદ્ધ લડી રહ્યું છે, ત્યારે ભારત ભક્તિથી તરબતર છે'
    Next Article
    કાલુપુર રેવડી બજારની સિંધી માર્કેટમાં 30થી વધુ દુકાનોમાં આગ:ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટનાસ્થળે, અફરાતફરીનો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment