Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અમારી લાલો ફિલ્મ સાથે સ્પર્ધા નથી':વૈષ્ણવાચાર્ય પંકજકુમારજી ગુજરાતી ફિલ્મ આઈ લવ યુ કૃષ્ણામાં કામ કરશે, કહ્યું: 'અત્યારે આખું વિશ્વ જ્યારે યુદ્ધ લડી રહ્યું છે, ત્યારે ભારત ભક્તિથી તરબતર છે'

    2 days ago

    "જે પરિવારના સભ્યો ભેગા મળી હસે છે, નક્કી એ ઘરમાં શ્રીકૃષ્ણ વસે છે..." મર્મસ્પર્શી અને ધમાકેદાર સંવાદ સાથે સેંકડો સુપરહિટ અને હાઉસફુલ શૉ આપ્યા બાદ, કૃષ્ણ ભક્તિ આધારિત નાટક "આઈ લવ યુ ક્રિષ્ણા" ટૂંક સમયમાં ફિલ્મમાંમાં રૃપાંતરિત થઈ રહ્યું છે. ટૂંક સમયમાં વડોદરા અને વ્રજભૂમિના નયનરમ્ય લોકેશન પર શૂટિંગ થનાર છે. વૈષ્ણવાચાર્ય અને ફિલ્મના એક્ટર પંકજકુમારજી મહારાજે જણાવ્યું હતું કે, 'આઈ લવ યુ કૃષ્ણા' એ સંપૂર્ણપણે કૃષ્ણ ભક્તિ પર આધારિત ફિલ્મ છે. ભગવાન કૃષ્ણ માત્ર મંદિર, હવેલી કે દેવાલયોમાં જ નથી; તે અત્ર, તત્ર, સર્વત્ર છે. તેઓ દરેક મનુષ્યના શ્વાસમાં, કણ-કણમાં અને હૃદયમાં વસેલા છે. આ ફિલ્મમાં આ જ અતૂટ ભક્તિભાવને વણી લેવામાં આવ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે આખું વિશ્વ જ્યારે લડાઈઓ લડી રહ્યું છે, ત્યારે ભારત ભક્તિથી તરબતર છે. કળિયુગમાં જો ખરેખર કોઈ તારણહાર હોય તો તે ભગવાન કૃષ્ણ છે. શ્રીકૃષ્ણ જ મારી એકમાત્ર ગતિ છે. આજની યુવા પેઢી ભલે આધુનિકતા તરફ વળી રહી હોય, પણ તે સાથે પોતાની આધ્યાત્મિકતા અને સંસ્કારો ન ભૂલે તે માટે સનાતન હિંદુ વૈદિક ધર્મ પર આધારિત આ એક પારિવારિક અને સામાજિક ફિલ્મ અમે બનાવી છે, જેમાં મનોરંજનની સાથે સુંદર બોધ પણ છે. તેઓએ કહ્યું કે, મારું પાત્ર એક કૃષ્ણ ભક્ત અને વ્રજવાસીનું છે. હું મથુરાના એક વ્રજવાસી 'જમના'નું પાત્ર ભજવી રહ્યો છું, જે મારા માટે સૌભાગ્યની વાત છે. આ ફિલ્મમાં મારી સાથે સહ-નિર્માતા તરીકે જ્યોતિબેન શાહ, હીના જાદવ અને પંથેશ શાહ જોડાયેલા છે. અમારી આખી ટીમ, કલાકારો અને કસબીઓએ સેતુબંધમાં ખિસકોલી જેવો નાનકડો ફાળો આપીને આ ફિલ્મને ભક્તિપૂર્વક તૈયાર કરી છે. થોડા સમય પહેલા 'લાલો' જેવી ફિલ્મો પણ આવી હતી. તો શું આ ફિલ્મ પણ એવી જ કંઈક છે? તેવા સવાલના જવાબમાં તેઓએ કહ્યું કે, ના, અમે કોઈ ફિલ્મની સ્પર્ધા કે રેસમાં નથી, પણ ભક્તિના માર્ગે ચાલીને લોકોને સાચો સંદેશ આપવાનો છે. અંતે તો સમાજમાં દેવ અને દાનવ બંને તત્વો હોય છે, આપણે નક્કી કરવાનું છે કે આપણે કોના માર્ગે ચાલવું છે. ગુજરાતી ફિલ્મ એક્ટર ભાવિની જાનીએ જણાવ્યું હતું કે, મને આ રોલની વધારે મજા એટલે આવશે કારણ કે, જેમ જેમ સમય જાય એમ માણસ પરિપક્વ થાય. અને જેમ માણસ મેચ્યોર થતો જાય એમ એને સમજણ આવે કે પરમાત્મા શું છે, સત્ય શું છે અને મોહ-માયા શું છે. અત્યારે હું જ્યારે જીવનના આ પડાવ પર છું અને આવો સરસ રોલ મળે, ત્યારે એવું કહી શકાય કે 'બારે મેઘ ખાંગા થઈને વરસે' એવો આનંદ મને અત્યારે આવી રહ્યો છે. ​ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ મૂવીમાં કામ કરવાનું એક મુખ્ય કારણ એ છે કે, આ ભક્તિથી ઓતપ્રોત થવાની એક ઘટના છે. છેલ્લા કેટલાક વર્ષોથી હું એકલી રહું છું, તો મારો પરમાત્મા સાથેનો નાતો અને તાદાત્મ્ય એવું છે કે મને ક્યારેય એવું લાગ્યું જ નથી કે હું ઘરમાં એકલી છું. હું જે રીતે ભગવાન સાથે વાત કરું છું, એ જ પ્રકારના સંવાદો મારે અહીં કરવાના છે. એટલે મને આ ફિલ્મ સાથે ખૂબ જ આપ્તજન જેવો અહેસાસ થઈ રહ્યો છે અને કામ કરવાની ખૂબ મજા આવી રહી છે. ​ ઉલ્લેખનીય છે કે, પંકજકુમારજી સાથે ઘણા વર્ષોથી કાર્યરત એવોર્ડ વિજેતા લેખક દિગ્દર્શક મનોજ નથવાણી ફિલ્મના લેખક દિગ્દર્શક છે. જાણીતા અને અનુભવી સિનેમેટિગ્રાફર વિપુલ પટેલ કેમેરા સાથે સાથે ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન પણ કરી રહ્યા છે. ઈરફાન પીરઝાદા અને જ્હોની માસ્ટરજી ફિલ્મના એકશન ડિરેક્ટર છે. સંગીતની ઊંડાણપૂર્વક સમજ ધરાવનાર પ્રતિભાશાળી પિયુષ કહાર ફિલ્મનું પાશ્વ સંગીત આપવા સાથે ફિલ્મના ગીતો માટે પણ મહત્વનું યોગદાન આપી રહ્યા છે. વડોદરાના પ્રતિભાશાળી કલાકારો પણ ફિલ્મમાં અભિનયના ઓજસ પાથરી રહ્યા છે. ફિલ્મ દેશ વિદેશમાં રજુ થનાર છે.
    Click here to Read More
    Previous Article
    ત્રણ છોકરીઓ સહિત એક જ પરિવારના 9 સભ્યો જીવતા ભૂંજાયા:2 લોકોએ જીવ બચાવવા બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી, દિલ્હીમાં ભીષણ આગથી અફરાતફરી
    Next Article
    અલથાણથી ડ્રીમ સિટી વચ્ચે મેટ્રો ટ્રાયલ રન થશે, ડ્રોન વીડિયો:હાઈટેક ત્રણ કોચને ડ્રીમ સિટીના ડેપોમાં મૂકવામાં આવ્યા, ટ્રેક બિછાવવાનું કામ પણ પુર્ણતાના આરે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment