Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોશીનાના ગુણ ભાખરીમાં ચિત્રવિચિત્રનો લોકમેળો ભરાયો:સાબરમતી, આકળ, વ્યાકળના ત્રિવેણી સંગમ તીર્થ પર આયોજન

    1 week ago

    સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણ ભાખરી ગામે હોળીના તહેવાર પછીના પખવાડિયામાં ચિત્રવિચિત્રનો લોકમેળો ભરાય છે. આ વર્ષે આ મેળો 17 માર્ચથી શરૂ થઈને 18 માર્ચ, અમાસના રોજ સંપન્ન થયો હતો. આ મેળામાં ગુજરાતના આદિવાસી વિસ્તારો ઉપરાંત રાજસ્થાનના આદિવાસીઓ પણ મોટી સંખ્યામાં ભાગ લે છે. આ મેળાનું નામ મહાભારત કાળના રાજા શાંતનુના બે પુત્રો ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય પરથી પડ્યું છે. લોકવાયકા મુજબ, તેમણે અહીં સાબરમતી, આકળ અને વ્યાકળ નદીઓના ત્રિવેણી સંગમ પર પોતાના પાપોનું પ્રાયશ્ચિત કર્યું હતું. આ પવિત્ર સ્થળે આજે પણ લોકો દ્વારા શ્રદ્ધાપૂર્વક પૂર્વજોનું તર્પણ કરવા આવે છે. મેળાની શરૂઆત ગંભીર અને ભાવુક વાતાવરણમાં થાય છે. આદિવાસી સમુદાયના લોકો, જેમના સ્વજનોનું વીતેલા વર્ષમાં અવસાન થયું હોય, તેમના અસ્થિઓનું આ ત્રિવેણી સંગમમાં વિસર્જન કરે છે. નદી કિનારે બેસીને પૂર્વજોને યાદ કરી રડવાની પરંપરા, જેને 'મરસિયા' કહેવાય છે, તે આ મેળાને અન્ય મેળાઓથી અલગ પાડે છે. પૂર્વજોને અંજલિ આપ્યા બાદ, આ મેળો રંગબેરંગી ઉત્સવમાં પરિવર્તિત થઈ જાય છે. આદિવાસી પુરુષો અને મહિલાઓ તેમના પરંપરાગત ઘરેણાં અને પોશાકમાં સજ્જ થઈને આવે છે. ઢોલ, શરણાઈ અને વાંસળીના સૂર પર ઝૂમતા યુવાનો મેળાની રોનક વધારે છે. અહીં માટીના વાસણોથી લઈને આધુનિક ચીજવસ્તુઓના સ્ટોલ્સ પણ જોવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    ક્રૂડ ઓઈલ લઈને 'જગ લાડકી' જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું:81 મેટ્રિક ટન ઓઈલ લઈને આવ્યું, આ પહેલા બે જહાજો LPG લઈને પહોંચ્યા હતા
    Next Article
    કાલુપુર રેવડી બજાર માર્કેટમાં ભીષણ આગ:ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટનાસ્થળે, અફરાતફરીનો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment