Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રૂડ ઓઈલ લઈને 'જગ લાડકી' જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું:81 મેટ્રિક ટન ઓઈલ લઈને આવ્યું, આ પહેલા બે જહાજો LPG લઈને પહોંચ્યા હતા

    1 week ago

    ભારતીય ઓઈલ ટેન્કર 'જગ લાડકી' ગુજરાતના મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ્સ પર પહોંચી ગયું છે. આ જહાજ UAE ના ફુજૈરાહ બંદરથી હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરીને આવ્યું છે. તેમાં 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ છે. ભારતમાં દરરોજ લગભગ 5.5–5.6 મિલિયન બેરલ (આશરે 90 કરોડ લીટર) ઓઈનો વપરાશ થાય છે. આ પહેલા મંગળવારે ભારતનું 'નંદા દેવી' જહાજ ગુજરાતના વાડીનાર પોર્ટ પહોંચ્યું હતું. આ જહાજમાં આશરે 46,500 મેટ્રિક ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) લાવવામાં આવ્યો છે. તેમજ, ભારતીય જહાજ 'શિવાલિક' સોમવારે LPG લઈને મુન્દ્રા પોર્ટ આવ્યું હતું. આ જહાજ પર આશરે 46,000 મેટ્રિક ટન LPG છે, જે લગભગ 32.4 લાખ ઘરેલુ ગેસ સિલિન્ડરોની બરાબર છે. અમેરિકાએ ઈરાની સૈન્ય ઠેકાણા પર 2200 કિલોનો બોમ્બ ફેંક્યો ઈરાને ઈઝરાયલની રાજધાની તેલ અવીવ સહિત 100થી વધુ જગ્યાઓ પર મંગળવારે રાત્રે મિસાઈલ હુમલો કર્યો. ઈરાનનું કહેવું છે કે આ હુમલો લારીજાની, તેમના પુત્ર અને બસીજ ફોર્સના કમાન્ડર ગુલામરેઝા સુલેમાનીના મૃત્યુનો બદલો છે. આ દરમિયાન અમેરિકાએ પણ મોટી કાર્યવાહી કરી છે. અમેરિકી સેનાએ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાના પ્રયાસમાં સમુદ્ર કિનારે બનેલા ઈરાની મિસાઈલ ઠેકાણાઓ પર લગભગ 2200 કિલો વજનનો ખતરનાક બોમ્બ ફેંક્યો, જે જમીનની અંદર બનેલા ઠેકાણાઓને પણ તબાહ કરી દે છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Day after quitting Congress, Assam MP Pradyut Bordoloi joins BJP
    Next Article
    પોશીનાના ગુણ ભાખરીમાં ચિત્રવિચિત્રનો લોકમેળો ભરાયો:સાબરમતી, આકળ, વ્યાકળના ત્રિવેણી સંગમ તીર્થ પર આયોજન

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment