Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં મહિલા સ્વરોજગાર અને રોજગાર મેળો યોજાયો:મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો, આત્મનિર્ભરતા પર ભાર

    1 week ago

    ભરૂચ શહેરમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી 'મહિલા સ્વરોજગાર તથા રોજગાર મેળા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી તથા જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. મેળાનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવાનો, તેમને સ્વરોજગાર માટે પ્રેરિત કરવાનો અને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગાર તકો વિશે માર્ગદર્શન આપવાનો હતો. આ મેળામાં વિવિધ ખાનગી અને સરકારી ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ મહિલાઓને તેમની લાયકાત અનુસાર રોજગારની તકો વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે દહેજ પ્રતિબંધિત સ્વરક્ષણ અધિકારી પ્રિતેશ વસાવા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સાવંત તથા જન વિકાસ સંસ્થાનના જૈનુલુદ્દીન સૈયદ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. મહેમાનો દ્વારા મહિલાઓને સ્વરોજગાર માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું અને વિવિધ સરકારી યોજનાઓ, સહાય તથા તાલીમ કાર્યક્રમોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. મેળા દરમિયાન રોજગાર મેળવવા ઇચ્છુક મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ નોકરીઓ અંગે માર્ગદર્શન મળ્યું હતું. કેટલીક કંપનીઓ દ્વારા સ્થળ પર જ પ્રાથમિક પસંદગી (ઇન્ટરવ્યુ) પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી. આ કાર્યક્રમને મહિલાઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જામનગરનો ભુજિયો કોઠો કાલથી પ્રવાસીઓ માટે ખુલ્લો:174 વર્ષ જૂની ઐતિહાસિક ઇમારતનું રેસ્ટોરેશન પૂર્ણ
    Next Article
    જય ભગવાન નિઃશુલ્ક એક્યુપ્રેશર કેન્દ્રનું ઉદ્ઘાટન:સેટેલાઇટના સદવિચાર પરિવાર ખાતે 12મું સારવાર કેન્દ્ર શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment